અમરેલી: શેત્રુંજય ડિવીઝનની અનેક જગ્યા ખાલી, 1 આરએફઓ પાસે 3- 3 રેંજનો ચાર્જ

0
37
/

અમરેલી: જયારે .કાેઇ સાવજનુ વાહન કે ટ્રેન હડફેટે માેત થાય ત્યારે તંત્ર દ્વારા સાવજાેની રક્ષા માટે કાગળ પર માેટા માેટા નિર્ણયાે જાહેર કરાઇ છે. પરંતુ જયાં સાવજાે સાથે સાૈથી વધુ અકસ્માત થઇ રહ્યાં છે તે પાલિતાણા શેત્રુજી ડિવીઝન રામભરાેસે ચાલે છે અને અા વિસ્તારના સાવજાે પણ રામભરાેસે છે. કારણ કે અહી માેટાભાગના અારઅેફઅાેની જગ્યા ખાલી છે. ખુદ ડીસીઅેફ અને બે અેસીઅેફ પણ રજા પર છે.

બે વર્ષ પહેલા અમરેલી અને ભાવનગર જિલ્લાના વિસ્તારાેને જાેડી સરકાર દ્વારા વનવિભાગનુ નવુ શેત્રુંજય ડિવીઝન ઉભુ કરવામા અાવ્યું હતુ. અમરેલી જિલ્લાનાે તેમા સમાવાયેલાે વિસ્તાર અગાઉ ગીરપુર્વમા અાવતાે હતાે. પરંતુ જયારથી પાલિતાણામા શેત્રુંજય ડિવીઝન ઉભુ કરાયુ છે. ત્યારથી સાવજાેની પણ જાણે માઠી દશા બેઠી છે. કારણ કે ન તાે અા ડિવીઝનની કચેરીમા પુરતી સુવિધા છે કે ન તાે જુદીજુદી રેંજની કચેરીઅાેમા પુરતી સુવિધા અને સ્ટાફ છે. પાછલા કેટલાક સમયથી અા ડિવીઝનમા ઉચ્ચ અધિકારીઅાેની અનેક જગ્યા ખાલી પડી છે.

જયાં સાવજાેનુ માેટુ ગૃપ વસે છે તે લીલીયામા છેલ્લા કેટલાય મહિનાથી અારઅેફઅાેની જગ્યા ખાલી છે. અાવી જ રીતે જયાં માેટી સંખ્યામા સાવજ વસે છે ત્યાં રાજુલાની જગ્યા પણ લાંબા સમયથી ખાલી છે. જેના કારણે જેસરના અારઅેફઅાેને રાજુલા અને લીલીયાનાે ચાર્જ અાપવામા અાવ્યાે છે. અા ત્રણેય રેંજમા અારઅેફઅાે હડીયાપાટી કરતા હાેય અેકેય રેંજમા પુરતુ ધ્યાન અાપી શકતા નથી. સરકાર દ્વારા અહી અારઅેફઅાેની નિમણુંક કરવામા અાવતી નથી. અને માત્ર ચાર્જથી કામ રાેડવવામા અાવે છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/