અમરેલી: હાલ દેશભરમાં કોરોનાના અંતનો આરંભ કરવા માટે વેક્સિનેશનનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં વેક્સિનેશનના પ્રથમ તબક્કાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં પણ આજે ત્રણ સ્થળોએ રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઇન વોરિયર્સ એવા આરોગ્ય કર્મીઓને રસી આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અમરેલીમાં શાંતાબા મેડીકલ કોલેજના ડિન વિકાસ સિંહાને પ્રથમ વેક્સિન આપવામાં આવી હતી.
જિલ્લામાં ત્રણ સ્થળોએ વેક્સિનેશનની કામગીરી
અમરેલી જિલ્લામાં 11 હજાર 150 વેક્સિનનો જથ્થો આવ્યો છે. જિલ્લાના ત્રણ સ્થળો અમરેલી, રાજુલા અને બગસરામાં આરોગ્ય કર્મીઓને રસી આપવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં દરરોજ ત્રણ સેન્ટર પર વેક્સિન આપવામાં આવશે. પ્રત્યેક સેન્ટર પર 100 લોકોને વેસ્કિન અપાશે. આજે અમરેલી સાંસદ, કલેક્ટર, ડીડીઓ રસીકરણની પ્રક્રિયામાં ઉપસ્થિત રહ્યાં હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide