હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ દિવસે ને દિવસે કોરોના સંક્રમણની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.ગુજરાતના વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અમરેલીના સાંસદ નારણ કાછડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નારણ કાછડિયાએ આ જાણકારી પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ પર આપી હતી. અમરેલીના સાંસદ નારણ કાછડિયાને કોરોનાનો ચેપ લાગ્યો છે. સાંસદ કોરેન્ટાઈન થયા છે અને હાલ તેમની તબિયત સારી છે. સાંસદે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. આ ઉપરાંત સાંસદ નારણ કાછડિયાએ લોકોને એક અપીલ પણ કરી હતી. અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ ટ્વિટ કરતાં લોકોને અપીલ કરી હતી કે, તેમના સંપર્કમાં આવેલા લોકોને સેલ્ફ આઈસોલેટ થવું અને ટેસ્ટ કરાવવા અનુરોધ કર્યો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide