આંગડિયા લૂંટ પ્રકરણમાં ચાર લૂંટારું વિરુદ્ધ ફરિયાદ દાખલ

0
368
/
એએસપીના વડપણ હેઠળ અલગ અલગ પોલીસ ટિમો દ્વારા લૂંટારુઓને ઝડપી લેવા માટે ભારે દોડધામ

મોરબી : હાલ મોરબીના દલવાડી સર્કલ નજીક આજે વહેલી સવારે ખાનગી ટ્રાવેલ્સમાં આવેલ આંગડિયા પેઢીનું રૂ.1.19,50,000 ભરેલા પાર્સલની ચાર લૂંટારુઓએ લૂંટ ચાલીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે જિલ્લાભરની પોલીસે નાકાબંધી કરી દીધી હતી. ત્યારે આ લૂંટ પ્રકરણમાં નાયબ પોલીસ અધિક્ષકે ચાર લૂંટારૂઓ નંબર પ્લેટ વગરની કાર લઈને આવ્યા હતા અને લૂંટ ચલાવી રાજકોટ તરફ ભાગ્યા હોવાનું જણાવી હાલ ફરિયાદ નોંધાઈ જતા તેમના વડપણ હેઠળ અલગ અલગ પોલીસ ટિમોએ લૂંટારુઓને ઝડપી લેવા માટે ભારે દોડધામ આદરી છે.

મોરબીના દલવાડી સર્કલ પાસે આજે સવારે 7 વાગ્યાની આસપાસ થયેલી આંગડિયા લૂંટ પ્રકરણમાં એએસપી અતુલકુમાર બંસલે મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે, મોરબીના આંગડિયા પેઢીના સંચાલક સંજય પટેલ આજે મનીષભાઈ સાથે તેમનું રાજકોટ તરફથી આવતી ખાનગી સોમાનથ ટ્રેવેલ્સની બસમાં પોતાનું નાણાં ભરેલું પાર્સલ લેવા ગયા હતા અને ખાનગી ટ્રાવેલ્સમાંથી તેઓ આગડિયા પેઢીનું નાણાં ભરેલું પાર્સલ પોતાની કારમાં મૂકીને જતા હતા ત્યારે દલવાડી સર્કલ નજીક એક નબર પ્લેટ વગરની હ્યુન્ડાઇ વેન્યુ કારમાં ચાર લૂંટારુઓ ઘસી આવ્યા હતા અને સંજય પટેલ ઉપર ગિલોલ અને તલવાર વડે હુમલો કર્યો હતો. તેમજ તેમની પાસેથી નાણાં ભરેલા પાર્સલની લૂંટ ચલાવીને રાજકોટ તરફ ભાગી ગયા હતા.આંગડિયા લૂંટની ઘટનામાં રૂ. 1,19,50,000 લૂટમાં મૂળ ટિકરના અને હાલ અવની ચોકડી નજીક રહેતા મનીષભાઈ પટેલે વિધિવત ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર બનાવને લૂંટારુઓએ કેવી રીતે અજામ આપ્યો અને લૂંટમાં જાણભેદુની સંડોવણી છે કે કેમ તે અંગે પણ સઘન તપાસ ચાલી રહી છે. જો કે લૂંટ સમયે સંજય પટેલ સહિત બે માણસો હતા અને સામે ચાર લૂંટારુઓઆ આ બનાવને અંજામ આપ્યો હતો. એટલે ફરિયાદી સહિત બન્ને વ્યક્તિની પૂછપરછ બાદ આઈપીસી કલમ 394, 120 બી, 34 અને જીપી એકટ 135 મુજબ ફરિયાદ નોંધી છે. હાલ આ લૂંટની ઘટનાને ડિટેકટ કરવા એલસીબી, એસઓજી, એ ડિવિઝન તેમજ ટેક્નિકલ સ્ટાફ સહિતની ટિમો સઘન તપાસ કરી રહી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/