મોરબીના માધાપરમાં જર્જરિત મકાન બાબતે કોઈ નક્કર કાર્યવાહી ના થતા લોકોમાં રોષ

0
49
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીના માધાપર વિસ્તારમાં વર્ષો જૂનું બીજા માળે આવેલું મકાન ખખડી ગયું છે. આ મકાન ભયજનક હાલતમાં હોવાથી વમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં હોવાથી સ્થાનિકો ઉપર જીવનું જોખમ સર્જાયું છે. પણ આ મકાન હટાવી દેવાની કામગીરી કરવાને બદલે તંત્ર માત્ર નોટિસ જ આપતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

મોરબીના માધાપર-1 શેરીના મેઈન રોડ ઉપર બીજા માળે આવેલું મકાન એકદમ જોખમી બની ગયું છે. આ મકાનની નીચે હેર ડ્રેસરની દુકાન આવેલી હોય તેમજ મેઈન રોડ ઉપર દરરોજ અનેક લોકો કામ સબબ નીકળે છે. આ બાબતે સ્થાનિકોના જણાવ્યા મુજબ બીજા માળે આવેલું મકાન ભારે જર્જરિત બની ગયું છે. તેમાં કોઈ રહેતું નથી. ખાલી રૂમ છે. આ મકાનના માલિક બાજુમાં જ રહે છે. નગરપાલિકાએ તેમને આ મકાન પાડી નાખવા બાબતે વારંવાર નોટિસ ફટકારી છે. તેમ છતાં મકાન માલિક દાદ આપતા નથી અને નગરપાલિકા પણ દરેક વખતે ફરિયાદ ઉઠે ત્યારે નોટિસ જ ફટકારવા સિવાઈ કોઈ કાર્યવાહી કરતું નથી. નોટિસમાં તંત્રે મકાન માલિકને ભયજનક મકાનની મરમત કરવા અને ન કરે તો મકાન પડી જાય તો તેની જવાબદારી તેમની રહેશે તેવી સૂચના આપીને કાર્યવાહી કર્યાનો સંતોષ માને છે. તેથી આ જર્જરિત મકાન સ્થાનિકો ઉપર જીવનું જોખમ ઉભું થયું છે. આથી તંત્ર વહેલીતકે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/