બનાસકાંઠા: વરસાદ અને ભેજના કારણે 20 ટનમાં થતી દાડમની ખેતી 4 ટને અટકી

0
44
/

ડીસા, તા.05 નવેમ્બર 2020, ગુરૂવાર હાલમા બનાસકાંઠામાં દાડમની ખેતી છેલ્લા પાંચ વર્ષથી આફતમાં છે. લાખણી તાલુકામા ંહેક્ટર દીઠ ૨૦ ટન દાડમ થતા હતા તે આ વર્ષે માંડ ૪ ટન દાડમ પાકે તેવી શક્યતા છે. વધુ વરસાદ અને ભેજના કારણે ફૂલ અને ફળ ખરી ગયા છે. જેથી જિલ્લામાં માંડ ૬૦ ટકા પાક નાશ પામ્યો છે અને કંટાળેલા ખેડૂતો હવે ખેતરમાંથી દાડમના છોડ ઉખાડી રહેલ છે.

બનાસકાંઠા જિલ્લામાં લાખણી તાલુકો પણ દાડમની ખેતી માટે જાણીતો છે. આમ તો રણ વિસ્તારને અડીને આવેલો જિલ્લો છે. પરંતુ પાણીની અછતવાળા વિસ્તારમાં પણ અહીંના વિકલાંગ એવા ગેનાજી પટેલે દાડમની ખેતીનો સફળ પ્રયોગ કર્યો. તેમમે દાડમની ખેતીમાં કાઠું કાઢ્યા બાદ આજુબાજુના ખેડૂતો પણ દાડમની ખેતી તરફ વળ્યા હતા. તેમમે બનાસકાંઠા જિલ્લામાં ૬,૮૦૦ હેક્ટરમાં દાડમના બગીચા છે. જેમાં ૧.૦૮  લાખ ટનથી ૧.૧૨ લાખ ટન ઉત્પાદન થતું હતું. ૨૦૧૫, ૨૦૧૭, ૨૦૧૯ અને ૨૦૨૦ એમ છેલ્લા પાંચ વર્ષથી દાડમની ખેતી બરબાદ થઈ રહી છે. ગુજરાત સરકાર બાગાયતી પાકને પુરતું વળતર આપતી નથી. જેના કારણે અહીંના ખેડૂતોને લાખ્ખો રૃપિયાનું નુકસાન પણ થયું છે.

ગેનાજી પટેલે પણ દાડમની ખેતી કરવાનો વિચાર ૨૦૦૪માં મહારાષ્ટ્રની દાડમની ખેતી જોઈ આવ્યો હતો. તેમણે વતન આવી સરકારી ગોળિયામાં દાડમની ખેતી કરવાનો નિર્ણય લીધો હતો. મહારાષ્ટ્રમાંથી દાડમના રોપા લાવ્યા અને બંજર જમીનમાં ખેતીમાં સફળતા મેળવી હતી. ૧૫ વર્ષ પહેલા દાડમની ખેતી મોંઘી હતી. ખેડૂતો વિચારી શકતા ન હતા કે દાડમમાંતી મોટી આવક પણ મેળવી શકાય છે અને દાડમના વાવેતર અને ઉત્પાદનમાં બીજા નંબર પર બનાસકાંઠા જિલ્લો છે. ૬૮૦૦ હેક્ટરમાં દાડમના બગીચા છે. જેમાં ૧.૦૮ લાખ ટનથી ૧.૧૨ લાખ ટન થાય છે. લાખણી તાલુકામાં ૫૦૦૦ હેક્ટરમાં દાડમ ઉગાડવામાં આવ્યા છે. ગુજરાતમાં ૨૪૦૦૦ હેક્ટરમાં દાડમના બગીચામાં ૩.૫૦ થી ૩.૪૫ લાખ મેટ્રિક ટન દાડમ પેદા થાય છે. દેશની સરખામણીએ ૧૧ ટકા હિસ્સો ગુજરાતનો છે. કચ્છમાં ૮૦૨૩ હેક્ટરમાં વાવેતર છે. જે રાજ્યમાં સૌથી વધુ છે.  ગેનાજી દરગાજી પટેલ પાસે પાંચ હેક્ટર જમીન છે. તેમના ખેતરમાં દાડમ વાવે છે. હવે આ ખેતર કૃષિ વિશ્વ વિદ્યાલય જેવું બની ગયું છે. ૧ લાખ ખેડૂતો પણ અહીં મુલાકાત લઈ ગયા છે.

સમગ્ર ગુજરાતને સસ્તા દાડમ ખવડાવવા માટે ગેનાભાઈનો આભાર માને એટલો ઓછો છે. પુષ્કળ ઉત્પાદન લાવીને નીચી ઉત્પાદકતા લાવીને દાડમનો ભાવ તેવો સાવ નીચે લાવી શક્યા છે. કોઈ કૃષિ વિશ્વ વિદ્યાલય ન કરી શકે એવું કામ ગેનાભાઈએ કર્યું છે. અહીંના ખેડૂતો ઘઉં અને બટાકા ઉગાડતા હતા. ત્યારે દાડમ ઉગાડવા માટે કોઈ તૈયાર ન હતું. સ્થાનિક બહુ ભાવ ન આવ્યો પણ એક કંપનીએ તેમના ખેતરમાં બધા દાડમ રૃા. ૪૨ ના ભાવે ખરીદી લેવાનું શરૃ કર્યું ત્યારથી ભાવ ઉંચકાયા હતા. પછી તો ઈન્ટરનેટ દ્વારા તેઓ પોતાનો મા વેચવા લાગ્યા હતા. ૨૦૧૩માં આઈઆઈએમ-એ ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ ખાતે તેઓ ભાષણ આપવા આવ્યા હતા. સૃષ્ટિ સંસ્થાએ તેમને પહેલો એવોર્ડ આપ્યો હતો. ત્યારથી તેઓ જાણીતા બન્યા અને પછી સરકાર પણ તેની પાછળ દોડતી થઈ હતી. જોકે હવે પરિસ્થિતિ બદલાઈ છે. જે દાડમના નામથી આ વિસ્તાર જાણીતો થયો હતો. તે દાડમ હવે અહીંના ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી સતત દાડમના ભાવ ન મળતા અને કુદરતી આપત્તિઓથી નુકાન થતા કંટાળેલા ખેડૂતો હવે પોતાના ખેતરમાંથી દાડમના છોડ ઉખેડી રહ્યા છે. કેટલાક ખેડૂતોએ પોતાના ખએતરમાં દાડમના છોડ પર ટ્રેક્ટર ફેરવી દીધું છે. તો કેટલાક ખેડૂતોએ કુહાડી અને ધારિયા વડે દાડમના છોડને નેસ્તનાબુદ કરી અને અન્ય ખેતીનો પણ વિચાર કર્યો છે.

દિવ્યાંગ ખેડૂતને પદ્મશ્રી પણ મળેલો છે

દિવ્યાંગ ખેડૂત ગેનાજી પટેલને પણ વર્ષ ૨૦૧૭માં પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ૨૦૧૦માં દાડમના એક કિલોના ભાવ સરેરાશ રૃા. ૧૬૧ હતો. જોકે ઉત્પાદન વધ્યું અને ભાવ એક કિલોના  સરેરાશ રૃા. ૬૬ થઈ ગયા છે. ૧૦ ટનનું હેક્ટરે ઉત્પાદન વધીને ૨૦ થી ૨૬ ટન થયું છે. ખેડૂતો ભાવ નીચા લઈ ગયા છે. છતાં તેમની આવક વધી છે. હેક્ટરે રૃા. ૧૪.૪૯ લાખ હતી તે રૃા. ૧૭.૧૬ લાખ આવક પણ થઈ છે.

ખેડૂતોને સરકારી સહાય આપવામાં આવે

૨૦૦૫થી રણ વિસ્તાર ગણાતા સોનાની જેમ ઉગેલા દાડમ હાલ ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહ્યા છે ત્યારે જો સરકાર અન્ય પાકોમાં જેમ સરકારી સહાય આપે છે તેમ આગામી સમયમાં લાખણી તાલુકાના દાડમની ખેતી કરતા ખેડૂતોને સરકારી સહાય આપવામાં આવે તો જ  દાડમની ખેતી ફરી એકવાર પણ થઈ શકે તેમ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/