બનાસકાંઠાના દાંતીવાડા, સિપુ અને મુકેશ્વર જળાશયમાં નવા નીર ની આવક

0
54
/

બનાસકાંઠા: તાજેતરમા પાલનપુર તા. 30 ઓગષ્ટ 2020, રવિવારઉત્તર ગુજરાત સહિત ઉપરવાસમાં ભારે વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠા તેમજ રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ભારે વરસાદ ખાબકતા રાજસ્થાનનો લાંભા ડેમ ઓવરફોલ થયો બનાસ નદી બંન્ને કાંઠે વહેવા લાગી છે. જેને લઇ દાંતીવાડા તેમજ સિપુ ડેમમાં પાણીનો આવરો વધ્યો છે. સાથે દાંતામાં પાંચ ઇંચ ઉપરાંતનો વરસાદ પડતાં લોકમાતા સરસ્વતીમાં પ્રથમવાર ઘોડાપુર આવતા મુકેશ્વર ડેમમાં પાણીની આવક થવા માંડી છે. અને ઉપરવાસના વરસાદને લઇ મહેસાણા જિલ્લાના ધરોઇ ડેમમાં પણ ૯૦ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ રહી છે.

બનાસકાંઠા તેમજ રાજસ્થાનના ઉપર વાસમાં મેઘરાજાએ ધુવાંધાર બેટિંગ શરૃ કરતા શિરોહી જિલ્લાના પિંડવાડા તાલુકામાં આવેલ લાંભા ડેમ ઓવરફલો થયો હતો. જેને લઇ બનાસનદીમાં ઘોડાપુર આવતા આ પાણીમાં દાંતીવાડા તેમજ સિપુ ડેમમાં આવતા આ બન્ને જળાશયની જળ સપાટીમાં વધારો થઇ રહ્યો છે. જેમાં દાંતીવાડા ડેમમાં રવિવારના બપોરે ત્રણ વાગે ૫૭૧,૫૦ ફુટની સપાટી સાથે ૧૩.૪૦૦ ક્યુસેક પાણીની આવકની નોંધાઇ હતી. જ્યારે સીપુ ડેમમાં ૫૭૩.૧૬ની જળ સપાટી સાથે ૧૨૯૫ ક્યુસેુક પાણીની આવક નોંધાઇ હતી. જ્યારે દાંતામાં ભારે વરસાદથી સરસ્વતી નદી બન્ને કાંઠે વહેવા લાગતા વડગામ તાલુકાના મુકેશ્વર જળાશયમાં સીઝનનું પ્રથમ પાણી આવતા જળ સપાટી બે ફુટ વધી ને ૬૨૮એ પહોંચી છે. અને ૨૧૦૦ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. સાથે ઉત્તર ગુજરાત માટે જીવાદોરી સમાન ધરોઇ ડેમમાં પણ પાણીની આવકમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. ઉપરવાસમાં રાત્રી દરમ્યાન ભારે વરસાદ પડતાં ધરોઇ ડેમમાં ૯૦ હજાર ક્યુસેક પાણીનો આવરો શરૃ થતાં જળ સપાટી ૬૧૫.૧૭ ફુટે પહોંચી છે. જોકે બનાસકાંઠા તેમજ ઉપરવાસમાં સારા વરસાદથી દાંતીવાડા, સુપિ, મુકેશ્વર અનેના ધરોઇ ડેમની જળ સપાટીમાં વધારો થતા સ્થાનિક ભૂગર્ભ જળ ઉંચા આવવાથી બોરવેલો અને કુવાઓના પાણીના સચવાઇ રહેવાની સાથે પીવા તેમજ સિંચાઇના પાણીની સુવિધા ઉપલબ્ધ થવાથી ખેડૂતોમાં આનંદ છવાયો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/