ભરૂચના ખેડૂતે તંત્રને જગાડવા જાહેરમાં ભીખ માંગી વિરોધ નોંધાવ્યો

0
39
/

હાલમાં દેશમાં એક તરફ કૃષિ બિલને લઈ ઠેર ઠેર પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ ભરૂચના પોતાની જમીન ગુમાવનાર ખેડૂતે ન્યાય મેળવવા પંચાયતથી લઈ વડાપ્રધાન કાર્યાલય સુધી ગુહાર લગાવવા છતાં ન્યાય ન મળતા આખરે નાસીપાસ થઈ કિસાને ન્યાય મેળવવા જાહેરમાં ભીખ માંગવી પડી હોવાનો કિસ્સો બહાર આવતા લોકો સરકાર સામે ફિટકાર વરસાવી રહ્યા છે.

સુરતના વલથાન અને કઠોદરા ખાતે અંદાજે 11 વીંઘા જમીન મગન ખુશાલભાઈ પટેલની માલિકીની હતી. આ કરોડો રૂપિયાની જમીન સુરતના જ હવાડા ટ્રસ્ટે ખોટા દસ્તાવેજો ઉભા કરી બારોબાર વેચી મારી હતી. આ જમીન પાછી મેળવવા માટે મગન પટેલના ભરૂચના ભોલાવ ખાતે વિશ્વનાથ ટાઉનશિપમાં રહેતા વારસદાર મંજુબેન છોટુભાઈ પટેલ અને તેમના પતિ ચંદુ રોજાહરાએ તંત્રમાં ફરિયાદોનો દોર ચલાવ્યો હતો. પંચાયતથી લઈ વડાપ્રધાન સુધી ફરિયાદો કરવા છતાં ન્યાય ન મળતા કિસાન દંપત્તિ નાસીપાસ થઈ ગયું છે.ચંદુભાઈએ ન્યાય મેળવવા ભરૂચના સ્ટેશન ખાતે ડૉ.બાબાસાહેબ આંબેડકરના પૂતળા પાસે જાહેરમાં ભીખ માંગતા લોકોમાં કુતૂહલ ઉભું થયું હતું. લોકોએ તેમની પાસેથી ભીખ માંગવાનું કારણ જાણી સરકાર અને તંત્ર સામે નારાજગી બતાવી હતી. પોલીસે ભીખ માંગી અનોખી રીતે વિરોધ નોંધાવનાર ચંદુ રોજહરાની અટકાયત કરી હતી.

નિયમો વિરુદ્ધ ખોટી રીતે ગણોતિયો ઉભો કરીને જમીન વેચી દીધી
સુરતના વલથાન અને કઠોદરા ખાતેની 11 વીંઘા જેટલી જમીન હવાડા ટ્રસ્ટ ચલાવતા ડાહ્યા દેસાઈ, ઈશ્વર દેસાઈ તથા દિનેશ દેસાઈએ બારોબાર વર્ષોથી અમેરિકામાં રહેતા જીજ્ઞેશ અનિલભાઈ પટેલને નિયમોની વિરુદ્ધ જઈ ખોટા દસ્તાવેજો ઉભા કરી વેચી મારી હોવાનો આક્ષેપ ચંદુભાઈ રોજહારાએ કરેલ હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/