ઘુનડામાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક પકડાયો, એકની શોધખોળ ચાલુ

0
135
/

ટંકારા : મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા ટંકારા તાલુકાના ઘુનડા ખાનપર ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડવા આવ્યો હતો. તેમજ ટંકારા પોલીસ સ્ટેશનમાં બનાવની નોંધ કરી પોલીસે એક શખ્સની શોધખોળ ચાલુ કરી હોવાનું જાણવા મળેલ છે.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ ટંકારા તાલુકાના ઘુનડા-ખાનપર ગામે રહેતા સતિષભાઈ નાગજીભાઈ માલકિયા (ઉં.વ. 29)ના મકાનમાં વીદેશી દારૂનો જથ્થો હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી. આ બાતમીના આધારે એલસીબી ટીમ દ્વારા સતિષભાઈ માલકીયાના ઘરમાં દારૂની રેઈડ કરવામાં આવી હતી. રેઇડ દરમિયાન કુલ 85 બોટલ, કી.રૂ. 25,500નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આથી, સતિષભાઈ માલકીયાની અટકાયત કરવામાં આવી હતી. આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના સોલડી ગામે રહેતો લાલો સવજીભાઈ આ દારૂનો જથ્થો ત્યાં આપી ગયો હોવાનું પોલીસને જાણવા મળેલ છે. આથી, પોલીસે તેને પકડવા તપાસ હાથ ધરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/