વલસાડમાં ચોમાસામાં ફાયબર ઓપ્ટિકલ લાઇન વિવાદમાં સપડાઈ !!

0
37
/

હાલ વલસાડ શહેરમાં જિયો કંપનીએ 2020માં વિવિધ માર્ગો ઉપર કેબલ ડકની કામગીરી માટે પરવાનગી માગી હતી.જેને લઇ પાલિકાએ રસ્તાના મેઝરમેન્ટ, લંબાઇ, પહોળાઇના ખાડા ખોદાણ માટે લાગૂ થતાં ચાર્જ સાથે પરવાનગી પત્ર ઇસ્યુ કર્યો હતો.તેમ છતાં આજદિન સુધી કામો ટલ્લે ચઢાવ્યા બાદ હવે હાલમાં ચોમાસાની ઋતુ ચાલૂ હોવા છતાં રસ્તાઓ ઉપર ખોદકામ હાથ ધરાતા વિવાદ ઉભો થયો છે.આ ખોદકામના કારણે પાલિકાના નવા બનાવેલા રસ્તાને નુકસાન થતાં સ્થાનિક વોર્ડ સભ્ય ઝાકિર પઠાણ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે. પાલિકાના સીઓ સંજય સોનીએ જણાવ્યું કે, હાલ વરસાદને ધ્યાનમાં લઇ કામ રોકવા સૂચના આપી છે.

મંજૂરી લીધાના 1 વર્ષ પછી ખોદકામ ચાર્જ ભરાયો હતો
મોબાઇલ કંપનીએ ફાયબર કેબલો નાંખ્યા બાદ તેના વધુ ટેક્નિકલ કામો માટે કેબલ ડક નાંખવા માટે નગર પાલિકા પાસે 17 સપ્ટેમ્બર 2020ના રોજ પરવાનગી માટે લેટર રજૂ કર્યો હતો.જેની સામે પાલિકાએ જે તે વખતે ખોદકામની પરવાનગી આપી હતી.પરંતું તેના એક વર્ષ બાદ 2 જૂલાઇ 2021ના પત્રથી ચાર્જિસની રકમ 1.89 લાખના 3 ડિમાન્ડ ડ્રાફ્ટ કંપની દ્વારા ઓપ્ટિકલ કેબલ ડક્સ માટે ખોદકામની ચૂકવણી કરી હોવાની જાણ કરી હતી.

અધિકારીને કંપનીના કામની જાણ જ નથી
અબ્રામા વિસ્તારમાં વોર્ડના રસ્તા પર કંપની દ્વારા ખોદકામ કરી મોટા ખાડાઓ ખોદવામાં આવી રહ્યાં છે.જેની ફરિયાદ બાંધકામ શાખામાં કરાતા અધિકારીઓને આ અંગેની જાણકારી જ નથી તેવું જાણવા મળતાં વોર્ડ સભ્ય ઝાકિર પઠાણે ચીફ ઓફિસરને કંપની દ્વારા દ્વારા થઇ રહેલી કામગીરીની જાણકારી પણ આપી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/