વલસાડના ડુંગરી અને બીલીમોરા વચ્ચે રનિંગ ટ્રેનમાં ટિકિટ વગરના બે યાત્રિકોએ હુમલો કરી લૂંટ કરી!!

0
34
/

તાજેતરમાં વલસાડ ના ડુંગરી અને બીલીમોરા રેલવે સ્ટેશન વચ્ચે ભિલાડ વડોદરા મેમુ ટ્રેનના ફસ્ટ કલાસ કોચમાં યાત્રા કરતા 2 યાત્રીઓ પાસે ટીકીટ ચેકરે ટીકીટ માંગતા ટીકીટ ચેકર ઉપર વિધાઉટ ટીકીટ યાત્રા કરતા યાત્રીઓએ ટીકીટ ચેકર ઉપર હુમલો કર્યો હતો. આરોપીઓએ ટીકીટ ચેકરનો મોબાઈલ અને રોકડા રૂ.760 લઈને ભાગી છૂટ્યા હતા. ઘટનાની જાણ GRPની ટીમને થતા GRPની ટીમે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓની ધરપકડ કરી હતી. બંને આરોપીઓના કોવિડ ટેસ્ટ કરાવતા બંને આરોપીઓ સંક્રમિત જાહેર થયા હતા. બંને આરોપીઓને 108ની મદદ વડે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા.

ભીલાડ બરોડા મેમુ ટ્રેનમાં ટિકિટ ચેકર તરીકે ફરજ બજાવતા વિસ્તાર મુસ્તાક અહેમદ મીરનમીયા કાઝી તેમની ફરજ મુજબ મેમુ ટ્રેનમાં ટિકિટ ચેક કરી રહ્યા હતા. ડુંગળી રેલવે સ્ટેશન આવતા મેમુ ટ્રેનના ફર્સ્ટ ક્લાસ કોચમાં બેસેલા યાત્રીઓની ટિકિટ ચેક કરવા માટે ફર્સ્ટ ક્લાસ કોચમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન રવિકુમાર લોકેશકુમાર સરોજ અને તેનો ભાઈ રોહિતકુમાર લોકેશકુમાર સરોજને ફસ્ટ ક્લાસમાં યાત્રા કરવા બદલ ટિકિટની માંગણી કરી હતી. મેમુ ટ્રેનના ફર્સ્ટ ક્લાસ કોચમાં વિધાઉટ ટિકિટ યાત્રા કરતા યાત્રીઓ પાસે રેલવેન નિયમ મુજબ દંડ ભરવા જણાવ્યું હતું. બંને ભાઈઓએ TC ઉપર મુસ્તાકભાઈ ઉપર હુમલો કર્યો હતો. જે દરમિયાન ઉશ્કેરાયેલા રવિ અને રોહિતે TC મુસ્તાકભાઈ કાજી ઉપર હુમલો કરી માર મારી તેમને ચપ્પુ બતાવી મોબાઈલ અને રોકડા રૂપિયા 760 લઈ બીલીમોરા રેલવે સ્ટેશન પહેલા ટ્રેનમાંથી ઉતરી ભાગી જવાનો પ્રયાસ પણ કર્યો હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/