વલસાડ: સિંદુમ્બરમાં એક વર્ષ અગાઉ જ બનેલો ચેકડેમ લીકેજ થતા રીપેર કરવાની માંગણી

0
20
/

વલસાડ:  વલસાડમાં આવેલ સિંદૂમ્બરના દુકાન ફળીયા અને ભટાડી ફળીયા વચ્ચેથી પસાર થતી માન નદીના લીકેજ ચેકડેમના સમારકામની માંગણી ઉઠી છે. આશરે એક વર્ષ અગાઉ બનેલા આ ચેકડેમમાં લીકેજને કારણે વહી જતા પાણીના પગલે પાણીની કિલ્લત ઉભી થવાની ચિંતાને લઈ તાકીદે સમારકામની માંગ બળવત્તર બની છે. સિંદૂમ્બરના નિશાળ ફળિયાના ધીરુભાઇ નાગજીભાઈ ઠાકરીયાએ જણાવ્યું હતું કે બોર, કુવાના ઊંચા જળ સ્તર સાથે નજીકની હોસ્ટેલ, પશુઓ અને સ્મશાન ભૂમિને ઉપયોગી આ ચેકડેમના લીકેજને લઇ પાણી સતત વહી રહ્યું છે.

પાણી વહી જવાના કારણે કપડાં ધોવા આવતા લોકો અને આસપાસના લોકોને અગવડ
સંગ્રહ થયેલું પાણી નજીકના દિવસોમાં પૂરું થઈ જતા નજીકના ભટાડી ફળીયા, નિશાળ ફળીયા, દુકાન ફળિયાના બોર કૂવામાં પાણી ઓછું થવાની ભીતિ છે. ભટાડી ફળીયાના લલ્લુભાઈ કુરકુટિયાએ જણાવ્યું હતું કે એક માસ અગાઉ છલોછલ અહીંનું પાણી વહી જવાના કારણે કપડાં ધોવા આવતા લોકો અને આસપાસના લોકોને અગવડ પડશે. તાકીદે લીકેજ બંધ કરવાની જરૂરું છે. સાંસદ, ધારાસભ્યને મૌખિક રજુઆત પણ કરી છે. જિ.પં સભ્ય ચંપાબેન સુરેશભાઈ જોગારીએ જણાવ્યું કે, આ ચેકડેમ બનાવનારી એજન્સીને નોટિસ આપી યોગ્ય પગલા ભરવા માટે અને આ લીકેજ ચેકડેમને પ્રાથમિકતા આપી તાત્કાલિક સમારકામ કરવા માટે વલસાડ દમણગંગા વિભાગને રજૂઆત અંગે તત્કાલીન ધોરણે એક પત્ર પણ લખ્યો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/