વલસાડ : કપાતર પુત્રનો હચમચાવી દેનાર કિસ્સો

0
24
/

વલસાડ : ગત 29મી ઓગસ્ટ, સમય રાત્રિના સાડા દશ વાગ્યે સમાજ કલ્યાણ વિભાગની હેલ્પલાઇન નંબર ઉપર એક ફોન આવે છે. ફોન કરનાર ઇસમ જણાવે છેકે, નાની દમણના બસ સ્ટેન્ડ વિસ્તારમાં એક અશક્ત અને બિમાર વૃદ્ધ મહિલા ખૂબ જ દયનીય હાલતમાં ફરી રહી છે. સમાજ કલ્યાણ વિભાગના સિનિયર સિટિઝન હેલ્પલાઇન-14567ના ફિલ્ડ રિસ્પોન્સ ઑફિસર (FRO) સાથે વિભાગના અધિકારીઓ તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. લગભગ અર્ધનગ્ન અવસ્થા હાલતમાં અને શરીર ઉપર માત્ર એક તૂટેલું વસ્ત્ર પહેરેલી વૃદ્ધાના શરીરમાં માત્ર હાંડકા જ રહી ગયા હતા.

હોસ્પિટલમાં મહિલાની તબીબોએ સારવાર શરૂ કરી
જીવંત હાડપિંજર જેવી દેખાતી મહિલાને તાત્કાલિક સારવારની જરૂરિયાત હોવાથી ટીમે એમ્બ્યુલન્સ બોલાવી અને મહિલાને મરવાડ સરકારી હોસ્પિટલમાં દાખલ કરી. હોસ્પિટલમાં મહિલાની તબીબોએ સારવાર શરૂ કરી જોકે, શારીરિક રીતે દુર્બળ થયેલી મહિલા માનસિક રીતે પણ સ્વસ્થતા કેળવી શકી ન હતી. બે દિવસ સુધી મહિલા પોતાનું નામ પણ જણાવી શકી ન હતી. આખરે સારવારની અસર બાદ ત્રીજા દિવસે મહિલાએ પોતાનું નામ નિર્મલા પાટિલ હોવાનું જણાવ્યું. મહિલા ક્યાની છે, તેનો પરિવાર કોણ છે વિગેરે માહિતી મળી શકે એવા કોઇ પુરાવા કે આધાર મહિલા પાસે ન હતું.

પોલાસે પરિવાર અને ઘરને શોધીવા માટે વિવિધ પ્રયાસો કર્યા
મહિલા માત્ર પોતાનું નામ અને મહારાષ્ટ્રના રાયગઢમાં રહેતી હોવાનું સમાજ કલ્યાણ વિભાગને જણાવ્યું હતું.સમાજ કલ્યાણ વિભાગની ટીમે આખરે દમણ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એસએચઓ પીઆઇ શોહિલ જીવાણીને મળ્યા અને વૃદ્ધા વિશે તમામ હકીકત જણાવી. હેલ્પલાઈન 14567 ની રજૂઆત પર કાર્યવાહી કરવા પોલીસ ટીમ એક્શનમાં આવી અને તેના પરિવાર અને ઘરને શોધી કાઢવા માટે વિવિધ પ્રયાસો કર્યા. પરંતુ તેની પાસે આધાર કાર્ડ પણ નહોતું જેથી પોલીસને પરિવાર શોધવામાં મુશ્કેલી પડી રહી હતી.

પોલીસ પરિવારને શોધી કાઢવામાં સફળ રહી
​​​​​​​​​​​​​​
આખરે મહારાષ્ટ્રમાં પોલીસ ટીમનો ઉપયોગ કરીને, દમણ પોલીસ રાયગાંવ, થાણેમાં તેના સરનામા અને પરિવારને શોધી કાઢવામાં સફળ રહી. નિર્મલા પાટીલના પુત્રએ જાણી જોઈને તેને નાની દમણ બસ સ્ટેન્ડ પર ઉતારીને ચાલી ગયા હતા. પોલીસના દબાણ અને તેમાં સામેલ સંભવિત કાયદેસરતાને સમજી તેમના પુત્ર શશિકાંત પાટીલ 4થી સપ્ટેમ્બરે દમણ પહોંચ્યા અને તેમને ઘરે પાછા લઈ જવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. પોલીસે તેણીનું નિવેદન લીધું અને પ્રાથમિક દૃષ્ટિએ એવું જાણવા મળ્યું કે, તેણે જાણી જોઈને વૃદ્ધ મહિલાને છોડી દીધી હતી.

અગાઉ પણ ત્રણ વખત માતાને રખડતી છોડી મુકી હતી
પોલીસ તપાસમાં ચોંકાવનારી માહિતી મળી હતી કે, માનસિક સંતુલન સારૂં ન હોવાથી મહિલા ન કરવાનુ઼ વર્તન કરતી હતી જેનાથી કંટાળીને પુત્રએ ભૂતકાળમાં પણ ત્રણ વખત માતાને રઝળતી હાલતમાં મુકી દીધી હતી. જોકે, ફરી એક વખત પુત્રને સમાજ કલ્યાણ અને પોલીસે વાતચીત કરીને માર્ગ કાઢવા બોલાવ્યો છે. હાલ દમણ પોલીસે મહિલાની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને વૃદ્ધા આશ્રમમાં રહેવાની વ્યવસ્થા પણ કરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/