વારંવાર ધક્કા ખાવા છતાં આધારકાર્ડ ન બનતા આધેડે બેંકમાં તોડફોડ કરી

0
110
/

મોરબી : મોરબી શહેરમાં સરદાર રોડ સ્થિત આવેલી સિન્ડિકેટ બેંકમાં દીકરીનું આધારકાર્ડ કઢાવવા માટે વારંવાર ધક્કા ખાવા છતાં આધારકાર્ડ રિજેક્ટ જ થતું હોવાથી રોષિત પિતાએ બેંકમાં તોડફોડ કરી એક લાખ રૂપિયાનું નુકશાન કર્યાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.બનાવની વિગતો પ્રમાણે શહેરના સરદાર રોદ સ્થિત સિન્ડિકેટ બેંકમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા અને સુપર ટોકીઝ પાસે આવેલા કુંભાર શેરીમાં રહેતા ચિરાગભાઈ અરવિંદભાઈ નાગવાડીયાએ એ.ડીવ.પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે શહેરના રેલવે સ્ટેશન રોડ પર રહેતા આસીફભાઇ ગુલામભાઇ અજમેરી તેની પુત્રીનું આધારકાર્ડ કઢાવવા માટે બેંકમાં આવ્યા હતા. ત્યારે પુત્રીનું આધારકાર્ડ વારંવાર રિજેક્ટ થવાથી તેઓએ મગજ પરનો કાબુ ગુમાવી બેસતા ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલેથી ન અટકતા બાદમાં ધોકો લઈને લેપટોપ, સ્કેનર મશીન, ફિંગર સ્કેનર મશીનમાં ધોકાવાળી કરતા એક લાખ રૂપિયાનું નુકશાન કર્યું હતું. પોલીસે આ બાબતે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી એ.ડીવી. પો. સ્ટે.ના પી.એસ.આઈ. આર.બી.વ્યાસ ચલાવી રહ્યા છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/