પીપીટી દ્વારા એક્ટની તમામ જોગવાઈઓ વાલીઓને સમજાવવામાં આવી
મોરબી : મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળામાં પોકસો એક્ટ અંગે વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિનેશભાઇ વડસોલાએ આ એક્ટ વિશેની સંપૂર્ણ માહિતી પીપીટી દ્વારા વાલીઓને સમજાવી હતી.માધાપરવાડી કન્યા શાળામાં 317 ત્રણસોને સતર બાળાઓ અને માધાપરવાડી કુમાર શાળામાં 275 બાળકો અભ્યાસ કરે છે, વાલીઓ પોતાના બાળકો વિશે જાગૃત બને તેમજ હાલ રોજ બરોજ નાના બાળકો પ્રત્યે દુષ્કર્મની ઘટનાઓ, શારીરિક છેડછાડની ઘટનાઓ, જાતીય સતામણીની ઘટનાઓ ખુબજ વધી જતી હોય, સરકાર દ્વારા ‘પોકસો એકટ’ની અમલવારી ઈ.સ.2012થી કરેલી છે. આ એકટની તમામ જોગવાઈઓ વિશે દિનેશભાઈ વડસોલાએ પીપીટી મારફત સમજાવતા જણાવ્યું કે, દુષ્કર્મના કેસની પોલીસ તપાસ અને ફાસ્ટ્રેક કોર્ટ દ્વારા કાર્યવાહી બે મહિનામાં કરવાની જોગવાઈ છે. આવી ઘટના બને તો ચાઈલ્ડ હેલ્પલાઇન- 1098/100 પર બાળ હિંસા કે દુષ્કર્મની જાણ કરવી જોઈએ.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
