મોરબી જિલ્લામાંથી કર્ફ્યુ ભંગ કરતા 20 લોકો સામે અટકાયતી પગલાં લેવાયા

0
93
/
/
/

મોરબી : રાત્રે 10થી સવારે 05 વાગ્યા દરમ્યાન લાગુ થતા કર્ફ્યુની અમલવારી દરમ્યાન મોરબી જિલ્લામાંથી 20 લોકો સામે કર્ફ્યુ ભંગ કરતા કલમ 188 હેઠળ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.

મોરબી સીટી.એ.ડીવી. વિસ્તારના નાની બજાર પાસેથી 4, કન્યા છાત્રાલય રોડ પર પ્રોવિઝનની દુકાન મોડે સુધી ખુલ્લી રાખતા 1, જેલ રોડ પરથી 2, શનાળારોડ પર, માર્કેટિંગ યાર્ડ પાસે ગાંઠિયાની દુકાન મોડે સુધી ખુલ્લી રાખતા 1, ગ્રીનચોક પાસેથી કોઈ ખાસ કામ વગર બહાર નીકળતા 1, જુના બસસ્ટેન્ડ પાસે, સરદાર રોડ નજીક 1 સામે કલમ 188 મુજબ કર્ફ્યુ ભંગનો ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મોરબી બી.ડીવી.પો.સ્ટે. વિસ્તારમાં આવેલા માળીયા ફાટક નજીકથી 2 સામે, મોરબી તાલુકા પો.સ્ટે.ની. હદમાં નીચી માંડલ ગામેથી ચા-નાસ્તાની દુકાન મોડે સુધી ખુલ્લી રાખવા સબબ 2 સામે જ્યારે માળીયા મી. માં મચ્છુ નદીના પુલ પાસેથી 2, ફાટક પાસેથી 2 સામે કર્ફ્યુનું પાલન ન કરવા સંદર્ભે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા પો.સ્ટે.ની હદમાં સરદાર ૧-૨-૩ સોસાયટી પાસેથી 1 જ્યારે લતીપર ચોકડી પાસેથી 1 શખ્સને કોઈ ખાસ કામ વગર કર્ફ્યુ દરમ્યાન બહાર નીકળતા કલમ 188 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીની અટકાયત પણ કરી છે.

POLICE-A-DIVISON
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner