મોરબીના સ્વાતિ પાર્કમાંથી રૂ. 1.73 લાખની ઘરફોડ ચોરી: ખળભળાટ

0
81
/
રોકડ તથા સોના-ચાંદીના દાગીના ચોરાયા : પોલીસે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા

મોરબી : મોરબી શહેરના સ્વાતિ પાર્કમાં એક ઘરમાંથી રૂ. 1.73 લાખની માલમત્તા ચોરાઈ ગઈ છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. હાલમાં પોલીસે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

મોરબીના વાવડી રોડ પર ઉમિયા પાર્ક અંદર સ્વાતિ પાર્ક સોસાયટીમાં રહેતા ઇશાનભાઇ વિનોદભાઇ ચૌહાણ (ઉ.વ.૨૫, ધંધો.મજુરી)ના રહેણાંક મકાનમાંથી ગત તા. 16ના રોજ રાતના 12થી સવારના 6 વાગ્યા દરમિયાન અજાણ્યા શખ્સે મકાનના દરવાજાનુ તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી 1.73 લાખની માલમત્તા ઉઠાંતરી કરી છે. આ ઘરફોડ ચોરીના બનાવમાં રૂમમા કબાટમાથી રોકડ રૂ. 50,000/- તેમજ સોનાનો હાંસડી સેટ-1 આશરે ત્રણ તોલાનો, એક-એક તોલાની વીટી નંગ-2, કાનના બુટીયા આશરે અડધા તોલાના, નાના છોકરાના સોનાના ઓમકારના ચગદા નંગ-4 તથા ચાંદીનો કમરનો કંદોરો મળી કુલ મુદામાલ રૂ. 1,73,000 ની ચોરી થઇ ગઈ છે. આ બનાવ અંગે ઘરના માલિકે ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. હાલમાં પોલીસે ફરિયાદના આધારે ચોરની શોધખોળ શરુ કરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/