ગીર સોમનાથ: હાલ તાલાલા તાલુકાના વિરપુર ગીર ગામેથી પસાર થતો સાત ગામના ખેડુતો તથા ગ્રામીણ પ્રજા ઉપયોગી માર્ગ બંધ કરવા રેલ્વે વિભાગે શરૂ કરેલી પેરવીથી ગ્રામીણ પ્રજા તથા ખેડુતોમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે.
રેલ્વે વિભાગના ભાવનગર ખાતેના ડિવીઝન મેનેજરને પાઠવેલા પત્રમાં વિરપુર ગીર ગામનાં સરપંચ કાન્તીભાઈ એ જણાવેલી વિગત પ્રમાણે, તાલાલા તાલુકાના વિરપુર ગીર ગામેથી સાસણ રોડ થઈ ચિત્રાવડ ગીર ગામે જતો રાજા શાહી વખતનો જુના માર્ગમાં વચ્ચે તાલાલા ગીરથી વિસાવદર જતી મીટર ગેજ રેલ્વે લાઈન પસાર થાય છે. આ રેલ્વે લાઈનની ખુલ્લી ફાટક તથા માર્ગ બંધ કરવા રેલ્વે વિભાગ તરફથી કાર્યવાહી સંપૂર્ણ અન્યાયકારક હોય, રાજાશાહી વખતનો માર્ગ ખેડુતો તથા રાહદારીઓ માટે ચાલુ રાખવા માંગણી કરી છે.
વિસ્તૃત વિગતોથી રેલ્વે વિભાગને અવગત કરતા વિરપુર ગીર ગ્રામ પંચાયતે જણાવ્યું છ ેકે, તાલાલા માર્કેટીંગ યાર્ડમાં શાકભાજી તથા કેસર કેરીનું વેંચાણ કરવા ઉપરાંત દુધ શીત કેન્દ્રમાં દુધ આપવા તથા મામલતદાર કચેરીએ રોજીંદી કામગીરી માટે તાલાલા પંથકના ધાવા ગીર, મોરૂકા ગીર, જશાપુર ગીર, લુશાળા ગીર, સુરવા ગીર સહિત સાત ગામના ખેડુતો તથા ગ્રામીણ પ્રજાને આવવા જવા વિરપુર ગીર ગામેથી જતો જુનો માર્ગ ઉપયોગી હોય, સાત ગામના લોકો માટે આ માર્ગ આર્શિવાદ સમાન છે.
આ માર્ગ ઉપરની રેલ્વે ફાટક તથા માર્ગ બંધ કરવામાં આવે તો સાત ગામના ખેડુતો તથા ગ્રામીણ પ્રજા માટે અકલ્પનીય મુશ્કેલી ઉભી થનાર હોય, રાજાશાહી વખતના સરકારી રેકર્ડમાં દર્શાવેલ વિરપુર ગીરથી ચિત્રાવડ ગીર જતો માર્ગ કાર્યરત રાખવા પત્રના અંતમાં વિરપુર ગીર ગ્રામ પંચાયતે સાત ગામના ખેડુતો તથા ગ્રામીણ પ્રજાવતિ માંગણી પણ કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide