ગીર સોમનાથ: વેરાવળ-સોમનાથ ઊપર શ્રાવણે શિવકૃપા : સાડા પાંચ ઈંચ વરસાદ

0
32
/

ગીર સોમનાથ: વેરાવળ સોમનાથ સુત્રાપાડા વિસ્તારમાં પાંચથી આઠ ઈંચ જેટલો વરસાદ પડતા મુખ્ય બજાર, રોડમાં પાણી ભરાયેલ હતા, જન જીવન ઠપ થઈ ગયું હતું. હિરણ ડેમ છલોછલ ભરાી ગયો છે.

વેરાવળ સોમનાથ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વ્હેલીસવારે ૪ વાગ્યાથી ભારે વરસાદ શરૂ થયો હતો. બપોરે ૧૨ વાગ્યા સુધીમાં સાડા પાંચ ઈંચ વરસાદ શરૂ થયો હતો. બપોરે ૧૨ વાગ્યા સુધી માં સાડા પાંચ ઈંચ વરસાદ પડયો હતો. આઠ કલાક ભારે વરસાદથી શહેરની મુખ્ય બજાર સટા બજાર, સુભાષ રોડ, ગાંધીરોડ, તપેશ્વર મંદિર, રાજેન્દ્ર ભુવન રોડ, જન સમાજ રોડ, બસ સ્ટેન્ડ રોડ, સોમનાથ ટોકીઝ વિસ્તાર પ્રભાસપાટણ શાંતીનગર, લખાતવાડી, પઠાણવાડા, પાણી પાણી થઈ ગયા હતાં આ વરસાદથી જન જીવન ઉપર મોટી અસર પડેલ હતી મોટા ભાગની દુકાનો સવારે ૧૧ વાગ્યા પછી ખુલેલ હતી.

આ વરસાદથી વેરાવળ, સોમનાથ સુત્રાપાડાને પીવાનું પુરૂં પાડતો હીરણ ડેમ પણ છલોછલ ભરાઈ ગયેલ છે, જેથી નિચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા માટે જણાવેલ છે.

સુત્રાપાડા વિસ્તારમાં રાત્રે બે વાગ્યાથી ભારે વરસાદ વરસી રહેલ છે, સવારે ૧૦ વાગ્યા સુધીમાં ૮ ઈંચ જેટલો વરસાદ પડેલ છે જેથી રોડ, ખેતરોમાં પાણી ભરાયા હતા. નદી નાળા છલકાયા હતાં. ભારે વરસાદથી ગ્રામ્ય જીવન થંભી ગયેલ હતું. સુત્રાપાડા વિસ્તારમાં રાત્રે ૨ થી ૪ સુધી ૩૨ મીમી, ૪થી ૬માં ૬૫ મીમી, સવારે ૬થી ૮માં ૭૨ મીમી, ૮થી ૧૦ વચ્ચે ૨૬ મીમી વરસાદ પડેલ છે ભારે વરસાદ તમામ નદી વાળાઓ છલકાય ગયા હતાં. વડોદરા ઝાલા, પ્રશ્નાવડા, લોઢવા, સહીતના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં આ વરસાદથી રોડ ઉપર ખેતરોમાં પાણી આવી ગયેલ હોય તેમ જાણવા મળેલ છે. વેરાવળના દેવકા નદી અજગર પકડાયો હતો તેને રેસ્કયુ કરી લઈ જવાયો હતો તેમજ ઈણાજ ગામમાં પણ પૂર જેવી પરીસ્થીતી હોય દુકાનો ઘરમાં પાણી આવી ગયેલ હતાં. ગીર સોમનાથ જીલ્લામાં ઉના ૧૦, કોડીનાર ૬૮, ગીરગઢડા ૨૧, તાલાલા ૩૨ મીલીમીટર વરસાદ પડેલ હતો.

ગડુ શેરબાગ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જેવા કે ઝડકા, સમઢીયાળા, ખેરા, વિસણવેલ સુખપુર, શાંતિપરા, સીમાર, ગળોદર વગેરે ગામોમાં આખી રાત વીજળી થયા બાદ વહેલી સવારે ૬.૩૦ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. છેલ્લા ૧૦ થી વધારે દિવસોથી વરસાદ નહીં વરસતા ખેડુતોને મગફલીમાં ગરમીને લીધે સુકારા નો ભય સેવાય સેવાય રહ્યો હતો, અને કુવારા પધ્ધતિથી મગફળીને પાણી પાવાનું ચાલુ કરેલ હતું, પણ આજે સવારે અંદાજે ૪ ઈંચથી વધુ વરસાદ વરસી જતાં ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે.

મધ્ય રાત્રીથી ધીમી ધારનો વરસાદ ચાલુ થયો હતો જ દીનભર ચાલુ રહ્યો હતો. આ દરમ્યાન ૨૬મીમી. પાણી પડી ગયું છે. સમયસર વરસાદ વરસી જતા મોલને જીવનદાન મળ્યું છે.

લોઢવા તથા આજુબાજુના ગામો પ્રશ્નવડા સીંગસર, બળેવલા, થોરડી, પાધરૂકા, થરેલી તેમજ અન્ય ગામોમાં ગઈરાત્રીના ત્રણ વાગ્યાથી વરસાદની વિજળીના કડાકા ભડાકા સાથે શરૂઆત થઈ હતી. જે દિવસ દરમ્યાન ચાર ઈંચ જેટલો વરસાદ થયો છે. આ વરસાદથી વોંકળા નાળામાં પૂર આવેલ છે. ખેડૂતોએ જન્માષ્ટમી તહેવાર ઉપર પાણી પાવાની કામગીરી નહીં કરવી પડે, એટલે સાતમ આઠમનો તહેવાર આનંદ ઉલ્લાસથી ઉજવાશે.

પ્રાચી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ ગીર વિસ્તારમાં તેમજ ઉપરવાસમાં સારા વરસાદથી પ્રાચીથી પસાર થતી પવિત્ર સરસ્વતી નદીમાં પૂર આવ્યું હતું જેથી સરસ્વતી નદી કિનારે બિરાજમાન શ્રી માંધવરાયજી મહારાજનું મંદિર ૭ ફૂટ જેટલું પાણીમાં ગરક થઇ ગયેલ હતું

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/