તીડનો પ્રશ્ન બહુ ગંભીર છે કૃષિ મંત્રીને રજૂઆત કરી બનતા તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે : સાબરીયા
હળવદ: આજરોજ હળવદ તાલુકાના રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ ધાંગધ્રા તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં તીડનું ઝુંડ ત્રાટકતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી છે જેથી આ બાબતને ગંભીરતાથી લઈ ધારાસભ્ય સાબરીયા દ્વારા રાજ્યના કૃષિ મંત્રીને રજૂઆત કરી બનતા તમામ પ્રકારના પ્રયત્નો કરવા જણાવાયું છે સાથે સાથે આ બાબતે કૃષિ વિભાગ દ્વારા પણ બંને જિલ્લાના ખેતીવાડી અધિકારીને બનતા તમામ પગલા લેવા સૂચના આપવામાં આવી હોવાનું ધારાસભ્ય દ્વારા જણાવાયું છે
હાલ ચાલી રહેલ કોરોનાની મહામારી વચ્ચે આજે હળવદના રણકાંઠા વિસ્તારોમાં તેમજ ધાંગધ્રા તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં તીડનું ઝુંડ આવ્યું છે જેને કારણે ઉનાળાની સિઝનમાં ખેડૂતોએ વાવેલા પાક હાલ તૈયાર થઈ ગયેલો હોય એવા સમયે તીડનુ ઝુંડ આવતા ખેડૂતો ભારે ચિંતિત જોવા મળી રહ્યા છે
જોકે આ બાબત ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા ને ધ્યાને આવતા તેઓ દ્વારા તાત્કાલિક અસરથી રાજ્યના કૃષિમંત્રીને ઈમેલ દ્વારા પત્ર વ્યવહાર કરી તિડનો ગંભીર વિષય ધ્યાનમાં મૂક્યો છે સાથે સાથે ટેલિફોનિક વાતચીત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ધારાસભ્યોની રજૂઆતને પગલે કૃષિમંત્રી આર.સી.ફળદુ દ્વારા બંને જીલ્લાના ખેતીવાડી અધિકારીને આ બાબતનું ધ્યાન દોરી બનતા તમામ પગલાં ભરવા જણાવાયું હોવાનું જાણવા મળ્યું છે તંત્ર દ્વારા રાત્રિના સમયે જે જગ્યા પર જૂન બેઠું છે ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે
જોકે તંત્રની સાથે સાથે ખેડૂતોએ પણ જાગૃતતા દાખવવી જરૂરી છે અને તિડને ભગડવા ઢોલ નગારા થાળી ખખડાવવા ખેડૂત અગ્રણીઓ દ્વારા પણ અપીલ કરાઇ છે
મોરબી : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેએવાય યોજનાનો લાભ મેળવવા માટે તબીબોએ એક સાથે અનેક દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરી નાખવાની ચકચારી ઘટના બાદ રાજ્યની અનેક...
મોરબી : નાની વાવડીના રહેવાસી જીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૬) વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓ સત્યમ પાન...