મોરબીમાં આજે સોમવારે 196 સ્થળે કોરોના વેક્સિન વિતરણ કરાશે

0
22
/
/
/

મોરબી: મોરબી જિલ્લામાં આજે સોમવારે મેગા કોરોના વેક્સિનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત જિલ્લામાં કુલ 196 સ્થળે કોરોનાની વેક્સિન આપવામાં આવશે.

મોરબી જિલ્લામાં આજે સોમવારે અલગ-અલગ 196 સ્થળે કોરોનાની વેક્સિન આપવામાં આવશે. કોરોનાને હરાવવા માટે જિલ્લાભરમાં રસીકરણ પ્રક્રિયા ઝડપભેર ચાલી રહી છે. આ વેક્સિનેશનની પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવા માટે સોમવારે મેગા વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અતંર્ગત મોરબી જિલ્લાના 196 સ્થળે કોરોના વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દરરોજ વિવિધ સ્થળે કોરોનાની વેક્સિન આપવાનું સુદ્રઢ આયોજન કરીને લોકોને કોરોના સામેની લડાઈમાં સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે સોમવારે મોરબી જિલ્લામાં મેગા વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લાના કુલ 196 સ્થળે કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ 196 સ્થળોમાં મોરબી તાલુકાના 62 સ્થળો, માળીયા તાલુકાના 16 સ્થળો, વાંકાનેર તાલુકાના 54 સ્થળો, ટંકારા તાલુકાના 22 સ્થળો, હળવદ તાલુકાના 42 સ્થળોનો સમાવેશ થાય છે. જિલ્લામાં આવતીકાલે 25450 કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ અને 4650 કોવેક્સિન વેક્સિનના ડોઝ આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/