આમરણમાં પોલીસકર્મી ઉપર હુમલો કરનાર છ શખ્સોને પાંચ વર્ષની સજા

0
248
/
દાવલશા પીરના ઉર્ષ દરમિયાન રિક્ષામાં આવેલા શખ્સોનો હોટેલ સંચાલક સાથે ઝઘડો થતા સમાધાન કરાવવા વચ્ચે પડેલા પોલીસકર્મી ઉપર શખ્સોએ હુમલો કર્યો’તો

મોરબી : આમરણમા દાવલશા પીરના ઉર્ષ દરમિયાન છ શખ્સોએ ત્યાં ફરજ પર મુકાયેલા પોલીસ કોન્સ્ટેબલ ઉપર હુમલો કર્યો હતો. આ મામલે નોંધાયેલી ફરિયાદના આધારે આગળની કાર્યવાહી ચાલી હતી. બાદમાં આજે કોર્ટે આ કેસ ઉપર ચુકાદો આપીને છ શખ્સોને 5 વર્ષની સજા તથા તમામને રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો છે.

મળતી વિગત અનુસાર જામનગર જિલ્લામા ફરજ બજવતા અશ્વિનભાઈ વાસુરભાઈ નામના પોલીસ કોન્સ્ટેબલ આમરણ ખાતે દાવલશા પીરના ઉર્ષમાં ફરજમાં મુકાયા હતા. તેમને જીવાપર રોડ પાસે આવેલ બજરંગ હોટેલ નજીક પોઈન્ટ આપવામાં આવ્યો હતો. તેઓ ફરજ ઉપર હોય ત્યારે રિક્ષામાં આવેલા અફઝલ, આસિફ, ઈમ્તિયાજ, સિકંદર, હિદાયત અને મહેબૂબ મળીને છ શખ્સોએ હોટેલમાં માથાકૂટ કરી હતી.

ત્યારે હોટેલ સંચાલકે ત્યાં ફરજ ઉપર રહેલા પોલીસકર્મીને બોલાવ્યા હતા. બાદમાં પોલીસકર્મી છુટા પડાવવાના પ્રયત્ન રૂપે વચ્ચે પડ્યા હતા. જેથી તમામ છ શખ્સોએ એકસંપ થઈને ધોકા, લોખંડના પાઇપ વડે પોલીસકર્મી ઉપર હુમલો કર્યો હતો. આ બનાવની ફરિયાદ નોંધાતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ત્યારે આજ રોજ આ કેસ જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ એ.ડી. ઓઝા સાહેબની કોર્ટમાં ચાલી જતા તેઓએ તમામ આધાર પુરાવાને ધ્યાનમાં રાખીને તમામ 6 શખ્સોને 5 વર્ષની કેદ તેમજ તમામને રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો છે. આ કેસમાં ફરિયાદ પક્ષે સરકારી વકીલ વિજયભાઈ જાની રોકાયા હતા.

 

મોરબીના વધુ સમાચારો માટે The Press Of India ની નીચે આપેલ લિન્ક સાથે જોડાઓ

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/