વાંકાનેરમા ચાલતા જુગારધામ ઉપર દરોડો : 6 પકડાયા, 39 બોટલ દારૂ પણ મળી આવ્યો

0
236
/

વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડીને જુગાર રમતા 6 શખ્સોને પકડી પાડ્યા હતા. આ સાથે ઘરની જડતી લેતા તેમાંથી 39 બોટલ વિદેશી દારૂ પણ પકડાયો હતો. હાલ આ મામલે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી ચલાવી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર સિટી પોલીસે મળેલી બાતમીના આધારે સિવિલ હોસ્પિટલ સામે આવેલા રાજુભાઇ નાનુભાઈ કક્કડના રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડીને રાજુભાઇ નાનુભાઈ કક્કડ ઉ.વ. 51, યુવરાજસિંહ બળવંતસિંહ ઝાલા ઉ.વ. 40, અરજણભાઈ રવાભાઈ લાંમકા ઉ.વ.40, અશોકભાઈ છગનભાઇ માણસુરીયા ઉ.વ.44, ચેતનભાઈ નાનજીભાઈ ગોહેલ ઉ.વ.27 અને હરિશ્ચંદ્રસિંહ હરપાલસિંહ ઝાલા ઉ.વ. 35ને રૂ. 74,600ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.

આ વેળાએ પોલીસે રાજુભાઇ નાનુભાઈ કક્કડના ઘરની જડતી પણ લીધી હતી. જેમાં રૂ. 11,700ની કિંમતનો 39 બોટલ વિદેશી દારૂ પણ મળી આવ્યો હતો. આ મામલે હાલ વાંકાનેર સિટી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી ચલાવી છે.મોરબીના વધુ સમાચારો માટે The Press Of India ની નીચે આપેલ લિન્ક સાથે જોડાઓ

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/