મોરબીમાં 8 મિમી, વાંકાનેર 3 મિમી અને હળવદમાં રાત્રે એક કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ !!

0
157
/
/
/

મોરબીમાં 8 મિમી અને વાંકાનેરમાં 3 મિમી વરસાદ નોંધાયો

મોરબી : મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદે તોફાની ઈનિંગ શરૂ કરી છે. જેમાં હળવદમાં માત્ર એક જ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હોવાનું નોંધાયું છે.

સરકારી આંકડા પ્રમાણે આજે રાત્રે 8થી 9 દરમિયાન મોરબીમાં મિમી, વાંકાનેરમાં 3મિમી અને હળવદમાં 70મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે ટંકારા અને માળિયા આ કલાક દરમિયાન નીલ રહ્યા છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સાથોસાથ ગાજવીજ અને ભારે પવન પણ રહ્યો છે. હજુ પણ અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ હોવાના સમાચાર મળી રહ્યા છે.

મોરબીના આમરણ સહિતના અનેક ગામોમાં પણ હાલ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હોવાની વિગતો મળી રહી છે. જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત ખરેડામાં પણ છેલ્લી અડધી કલાકથી વરસાદ ચાલુ છે. અને ત્યાં પણ લાઈટ ગુલ થઈ ગઈ છે. બેલામાં પણ ભારે વરસાદના અહેવાલ મળી રહ્યા છે. વધુમાં મોરબી શહેરમાં વરસાદના કારણે સુપર ટોકીઝ પાસે સાધના ઉપર આવેલ રેસ્ટહાઉસની પારાપેટ ધરાશાયી થઈ હોવાની પણ વિગતો મળી છે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner