ટંકારાના નેકનામમાં રૂ. 1.55 લાખની રોકડ સાથે રાજકોટના 12 શખ્સો જુગાર રમતા ઝડપાયા

0
140
/
મોરબી એલ.સી.બી. દ્વારા કુલ રૂ. 4,14,000નો મુદ્દામાલ કબ્જે

ટંકારા : મોરબી એલ.સી.બી. દ્વારા ટંકારા તાલુકાના નેકનામ ગામમાં વાડીની ઓરડીમાંથી જુગાર રમતા 12 આરોપીઓને રોકડ રૂ. 1,55,500 તથા મોબાઇલ ફોન, ગાડી સહીત કુલ રૂ. 4,14,000 ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે.

ગઈકાલે તા. 22ના રોજ મોરબી એલ.સી.બી.ના સ્ટાફને ખાનગી રાહે હકિકત મળેલ કે રવિન્દ્રભાઇ ઉર્ફે રવી વીરજીભાઇ (રહે. રાજકોટ) ટંકારા તાલુકાના નેકનામ ગામમાં પોતાની વાડીની ઓરડીમાં ગેરકાયદે બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે. આ હકિકત આધારે તેની વાડીની ઓરડીમાં જુગાર અંગે રેઇડ કરતા કુલ બાર ઇસમોને રોકડ રૂ. 1,55,500 તથા મોબાઇલ ફોન, ગાડી સહીત કુલ રૂ. 4,14,000 ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે.

આ બનાવમાં પોલીસે આરોપીઓ રવિન્દ્રભાઇ ઉર્ફે રવીભાઇ વીરજીભાઇ ચાવડા, કિશોરભાઇ ઠારશીભાઇ જાદવ, ઇસ્તીયાઝભાઇ સીદીકભાઇ પટણી, લાલાભાઇ ભગાભાઇ ધોળકીયા, લાલજીભાઇ રામાભાઇ સાટીયા, કલ્પેશભાઇ ભાનુભાઇ રાવલ, દિપકભાઇ મગનભાઇ વેકરીયા, અનીમેશભાઇ વીરજીભાઇ ચાવડા, હાર્દિકભાઇ ઇન્દ્રવદનભાઇ સચદેવ, અતુલભાઇ રસીકભાઇ વાજાર, વિશાલભાઇ પ્રભાતભાઇ ચાવડા, પરેશભાઇ મહેન્દ્રભાઇ ધીણોજા (રહે. બધા રાજકોટ) વિરૂધ્ધ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળનો ગુનો રજીસ્ટર કરાવેલ છે. આમ, મોરબી એલ.સી.બી.ને જુગારધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/