મોરબી: હળવદમા ભવાની નગર ઢોરો માં રહેતી પતિ-પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થતા પત્ની વહેલી સવારે ૯ માસની બાળકીને પાડોશી મા મૂકીને નાસી ભાગી ગયેલ અને ઘરમાં સોનાના દાગીના રોકડ રકમ સહિત લાખો રૂપિયા ચોરી કરીને નાસી છુટતા પતિ અમીન ભાઈ મિયાણાએ હળવદ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ અરજી કરેલ ત્યારે પોલીસ દ્વારા આરોપીને પકડી સત્વરે યોગ્ય પગલાં કાયૅવાહી કરે તેવી ફરિયાદી પતિની એ પોલીસ સમક્ષ માંગ કરેલ હતી
મોરબી જિલ્લાના હળવદ પંથકમાં પતિ-પત્નીના વચ્ચેસામાન્ય બાબતમાં બોલાચાલી થવાના બનાવો દિવસે દિવસે ચિંતાજનક વધી રહ્યા છે ત્યારે આવો જ એક બનાવ ભવાનીનગર આ વિસ્તારમાં રહેતા અમીન ભાઈ નિઝામ ભાઈ મીયાણા અને તેની પત્ની કરિશ્મા ઉર્ફે કાળી બંનેના લગ્ન આશરે દોઢ વર્ષ પહેલા થયા હતા સંતાનમાં ૯ માસની એક બાળકી છે થોડા દિવસ પહેલા અમીન અને કરિશ્મા બંને પતિ-પત્ની વચ્ચે સામાન્ય બાબતમાં બોલાચાલી થતા પત્ની કરિશ્મા ઉર્ફે કાળીએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી કરતાં હળવદ પોલીસ સ્ટેશન બે દિવસ પતિ અમીનને પુરાવી દિધેલ ત્યાર બાદ અમીન મિયાણા જામીન પર છુટીને ઘરે આવતા મારી પત્ની કરિશ્મા ઉફૅે કાળી બાજુના ઘરે મારી ૯ માસની બાળકીને મુકીને કોઈને કહ્યા વગર ઘેરથી નીકળી ગયેલ છે અને ઘરમાં એક જોડી સોનાના બુટીયા ચાંદીના સાંકડા ચાંદીના તોડા રોકડ રકમ ૩૦ હજાર સહીત ૧૪૭૦૦૦ લાખ રૂપિયા ચોરી કરીને લઇ જતા ભોગ બનનાર ફરિયાદી પતિએ અમીનભાઈ મીયાણાએ હળવદ પોલીસ સ્ટેશનમાં પત્ની કરીશ્મા ઉફૅ કાળી વિરોધ હળવદ પોલીસ સ્ટેશનમાં ચોરી અંગેની ફરિયાદ કરી હતી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મારે ૯ માસની નાની બાળકી છે તે બાળકી તેની માતા વગર રહી શકતી નથી તેમજ મારા ઘરમાંથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના ઉઠાંતરી કરીને લઈ ગઈ છે ત્યારે પોલીસ દ્વારા સત્વરે મારી પત્નીને ઝડપીને મારા સોના ચાંદીના દાગીના પરત અપાવે તેવી પોલીસ સમક્ષ ફરિયાદીએ અમીનભાઈ મિયાણાએ માંગણી પણ કરેલ હતી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide