ગુરુવાર(2.45pm) : હળવદમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ આવ્યો : જિલ્લાના કુલ કેસ થયા 151

0
278
/
/
/
હળવદ તાલુકામાં 12મો કેસ નોંધાયો

હળવદ : ગુરુવારે મોરબી જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં હળવદ શહેરમાં વાણીયાવાડ વિસ્તારમાં રહેતા 65 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે મોરબી જિલ્લાના કુલ કોરોના કેસનો આંકડો 151 થઈ ગયો છે.

હળવદમાં નોંધાયેલા કેસની મળતી વિગત મુજબ હળવદ શહેરમાં વાણીયાવાડમાં રહેતા મનસુખભાઇ પોપટભાઈ વાંણદ (ઉ.65)નો રિપોર્ટ કોરોના પોઝિટિવ જાહેર થયો છે. જે હાલમાં સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હળવદમાં કોરોનાનો આ 12મો કેસ છે. હળવદ તાલુકાના 12 કેસમાંથી 4 લોકો સારવાર હેઠળ છે. જ્યારે 7 લોકો સાજા થઈ ગયા છે અને એક કોરોના દર્દીનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે હળવદમાં આજે નોંધાયેલા નવા કેસની સાથે મોરબી જિલ્લાના કોરોના કેસનો આંકડો 151 થઈ ગયેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner