લદ્દાખમાં લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર ચીનની સાથે હિંસક અથડામણ થઈ હતી. ત્યારબાદ તણાવ ઓછો કરવાના પ્રયત્નોની વચ્ચે હવે ચીન હિમાચલ પ્રદેશથી અડીને આવેલી સરહદ પર રોડ નિર્માણ કરી રહ્યું છે.
લદ્દાખમાં તણાવની વચ્ચે ચીને હિમાચલમાં ખેલી નાંખ્યો દાવ, રાતોરાત કરીલદ્દાખમાં લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર ચીનની સાથે હિંસક અથડામણ થઈ હતી. ત્યારબાદ તણાવ ઓછો કરવાના પ્રયત્નોની વચ્ચે હવે ચીન હિમાચલ પ્રદેશથી અડીને આવેલી સરહદ પર રોડ નિર્માણ કરી રહ્યું છે. હિમાચલ પ્રદેશનાં કિન્નૌર જિલ્લાનું કુન્નુ ચારંગ અંતિમ સરહદી ગામ છે. કુન્નૂ ચારંગનાં ગ્રામીણોઓએ ચીની વિસ્તારમાં રેકી કર્યા બાદ આ દાવો કર્યો છે કે છેલ્લા 2 મહિનામાં ચીને સરહદની નજીક 20 કિમી લાંબા રસ્તાનું નિર્માણ કર્યું છે.
ચીન તરફથી રાતનાં સમયે ડ્રોન પણ આવી રહ્યા છેમોરંગ ખીણ વિસ્તારનાં અંતિમ ગામ કુન્નૂ ચારંગનાં ગ્રામીણોનો દાવો છે કે ચીન રાતનાં અંધારામાં ઝડપી ગતિએ ખેમકુલ્લાની પાસે રોડ નિર્માણ કરી રહ્યું છે. ચીન તરફથી રાતનાં સમયે ડ્રોન પણ આવી રહ્યા છે. લોકોએ ચીનની તરફ કરવામાં આવી રહેલું રોડ નિર્માણ નો મેન્સ લેન્ડમાં હોવાની શક્યતા વ્યક્ત કરી છે. તો કિન્નૌર એસપી સાજૂ રામ રાણાએ સરહદી ગામોમાં ડ્રોન આવવાની પુષ્ટિ કરી છે. રોડ નિર્માણને લઇને તેમણે કહ્યું કે આટલો મોટો રોડએ ઓછા સમયમાં ના બની શકે.
આટલો લાંબો રોડ રાતોરાત તો બન્યો!
એસપીએ કહ્યું કે ગ્રામીણોએ આ સંબંધિત જાણકારી આપી હતી. ભારતીય સરહદી વિસ્તારમાં કંઇ આવુ નથી થઈ રહ્યું. ગભરાવાની કોઈ જરૂર નથી. કુન્નૂ ચારંગ ગામનાં સરપંચે કહ્યું કે કેટલાક ગ્રામીણો ખેમકુલ્લા પાસે ગયા હતા અને રેકી કરીને આવ્યા બાદ સરહદ પાર રોડ નિર્માણની જાણકારી આપી. તેમણે કહ્યું કે આટલો લાંબો રોડ રાતોરાત તો બન્યો નહીં હોય. આનું નિર્માણ અનેક મહિનાઓથી કરવામાં આવી રહ્યું હશે. સરપંચે આને લઇને સુરક્ષા એજન્સીઓની કાર્ય પધ્ધતિ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. કુન્નૂ ચારંગ ગામ ચીનની સરહદની નજીક છે. અહીં પહોંચવા માટે સારો રસ્તો પણ નથી. ગ્રામીણો પાસે મોબાઇલ ફોન તો છે, પરંતુ નેટ કનેક્ટિવિટી ન હોવાના કારણે વાત કરવા માટે 14 કિલોમીટર દૂર જવું પડે છે.
2 જ મહિનામાં લગભગ 20 કિલોમીટર રોડ
કહેવામાં આવી રહ્યું છે કે આ ગામનાં 9 લોકોનું દળ 16 ખચ્ચર અને 5 પોર્ટરની સાથે લગભગ 22 કિલોમીટર દૂર સરહદ તરફ ગયું હતુ. આ દળની સાથે ચીન સરહદ પર સુરક્ષા માટે તૈનાત ઇન્ડિયન તિબેટ બૉર્ડર પોલીસનાં કેટલાક જવાન પણ હતા. ખેમકુલ્લા પાસે પહોંચીને આ દળે જ્યારે તિબેટ તરફ નજર દોડાવી તો આંખો પહોળી થઈ ગઈ. ચીને 2 જ મહિનામાં લગભગ 20 કિલોમીટર રોડનું નિર્માણ કરી લીધું છે. આ દળનાં સભ્યોએ જણાવ્યું કે ગત વર્ષે ઑક્ટોબર સુધી તિબેટનાં અંતિમ ગામ તાંગો સુધી જ રોડ હતો, પરંતુ બરફ હટતા જ છેલ્લા 2 મહિનામાં સરહદ તરફ 20 કિલોમીટર લાંબો રોડ બની ગયો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide