મોરબી : દેશી દારૂ અને મારામારીના ગુનાનો આરોપી પોલીસના હાથે ઝડપાયો

0
146
/

મોરબી : તાજેતરમા મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ તથા એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના દેશી દારૂના એક ગુનામાં તથા રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના મારામારીના બે ગુનામાં એમ કુલ 3 ગુનામાં છેલ્લા 5 માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફને મળેલ હકીકત આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તથા રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના મારામારીના બે ગુનામાં એમ કુલ 3 ગુનામાં છેલ્લા 5 માસથી નાસતા ફરતા આરોપી બાબુભાઇ દેવશીભાઇ વાટીયા (ઉ.વ. 40, રહે. ગારીડા, તા.જી. રાજકોટ)ને આજે તા. 20ના રોજ ચોટીલા તાલુકાના નાળિયેરી ગામેથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ પણ કરેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/