મોરબીમાં સિરામીક સીટી અને પવનસુત કંપની દ્વારા વૃક્ષારોપણ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

0
31
/
/
/

મોરબી : મોરબી સીરામીક સીટીના પ્રમુખ જયદીપસિંહ તથા ઉપપ્રમુખ ઉપેન્દ્રભાઈ દ્વારા બાળકોને સાથે રાખીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સીરામીક સીટીના શિવ મંદિરના બગીચામાં નાના-મોટા 250 વૃક્ષોને રોપવામાં આવ્યા હતા. આમ, અનોખી રીતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉપરાંત, હાલમાં ચોમાસા દરમિયાન કુદરતી પાણી મળી રહેવાથી પર્યાવરણ જતન માટે અનેક સંસ્થાઓ દ્વારા રોપાઓની વિતરણ તથા તે વાવવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીમાં કેડિયા હનુમાન મંદિર પાસે આવેલ પવનસુત કંપની દ્વારા 250 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ તકે સાગર હિન્દુસ્તાની, નિલેશ સુવરીયા તથા બીમલ વામજા જોડાયા હતા.

 

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner