મોરબીમાં જાહેરમાં બાયોમેડીકલ વેસ્ટનો નિકાલ કરનાર ડોક્ટરને દંડ ફટકારાયો

0
79
/

મોરબીના આસ્વાદ પાન પાસે જાહેરમાં અનુરાગ ક્લિનિકને બાયોમેડિકલ વેસ્ટનો જોખમી રીતે નિકાલ કરતા હોવાથી જીલ્લા પોલીસ વડાના ધ્યાને આવતા તેમની સુચનાને પગલે જી.પી.સી.બી અને પાલિકા તંત્રએ કાર્યવાહી કરી હતી. અનુરાગ ક્લિનિકને દંડ ફટકાર્યો અને જીપીસીબીએ નોટિસ ફટકારી હતી.

બનાવની મળતી વિગત મુજબ મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલ આસ્વાદ પાન સામે ઉકરડાના ગંજ છે. આ કચરાના ગંજમાં મચ્છીપીઠ વિસ્તારમાં આવેલ અનુરાગ ક્લિનિકના ડો. મેહુલ વાગડીયાના સ્ટાફ દ્વારા તેમના ક્લિનિકનો બાયોમેડિકલ વેસ્ટનો જોખમી રીતે  નિકાલ કરવામાં આવતો હતો  તે દરમિયાન જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા ત્યાંથી પસાર થયા હતા. અને આ બાયોમેડીકલ વેસ્ટ ધ્યાને આવતા તેમની સુચનાને પગલે નગરપાલિકાના સેનિટેશન ઇન્સ્પેકટર અને પ્રદુષણ નિયત્રણ બોર્ડના અધિકારી સ્થળ ઉપર દોડી ગયા હતા અને સ્થળ ઉપર તપાસ કરતા ઇન્જેક્શન, પાટાપીડી સહિતનો સાડા પાંચ કિલો બાયો મેડિકલ વેસ્ટ મળી આવ્યો હતો. જેથી જી.પી.સી.બી.એ અનુરાગ ક્લિનિક નોટિસ ફટકારી છે અને પાલિકા તંત્રએ પાંચ હજારનો દંડ ફટકારી આ ક્લિનિકને ફરી બાયો મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ ન કરવાની કડક સૂચનાઓ આપી હતી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/