પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં રહી ગયેલી ચૂક મામલે અમરેલી ભાજપ કિસાન મોરચાના ધરણાં

0
30
/

અમરેલી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં પંજાબમાં થયેલી ચૂક મામલે અમરેલી જિલ્લા ભાજપમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે આજે પંજાબની કૉંગ્રેસ સરકારના વિરોધ માટે આજે ધરણા યોજી હનુમાન ચાલીસના પાઠ કરવામાં આવ્યા હતા.

આજે અમરેલી જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા અમરેલી શહેરના સિનિયર સીટીઝન પાર્ક ખાતે પંજાબમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા મામલે ચૂક રહી ગઈ હોવાને કારણે પંજાબ કોંગ્રેસ સરકાર સામે રોષ સાથે વિરોધ દર્શાવ્યો હતો. જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભાજપના કાર્યક્રમમાં કોવિડ ગાઈડલાઈન્સનો ભંગ થતો જોવા મળ્યો હતો. પરંતુ, આજના કાર્યક્રમમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ માસ્ક સાથે નજરે પડ્યા હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/