મોરબી: મોરબી જીલ્લામાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસો સતત વધી રહ્યા છે જેને પગલે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે અને મોરબીવાસીઓની ચિંતામાં પણ વધારો થયો હતો તો મોરબી જીલ્લામાં ૪ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લાના સતત વધી રહેલા કોરોનાના સંક્રમણ વચ્ચે રાહતના સમાચાર મળ્યા છે.છેલ્લા કેટલાક દિવસોથી સતત કોરોના કેસો આવતા હતા જેને પગલે તંત્ર ચિતાતુર બન્યું હતું તો મોરબી જીલ્લમાં ૪ દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે જેમાં અમદાવાદ ફરજ પરથી મોરબી આવેલા ડો.સંજય જીવાણી, વાંકાનેરના આરોગ્યનગરમાં રહેતા ૬૧ વર્ષન વૃદ્ધ અને હળવદના સોનીવાડમાં રહેતા દંપતીએ કોરોનાને મ્હાત આપતા તંત્રની ચિતા પણ હળવી બની હતી.મોરબી જીલ્લામાં કુલ કેસનો આંક ૨૪ પર પહોચ્યો છે તો અત્યાર સુધીમાં ૧૦ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે અને ૧ વ્યક્તિનું મૃત્યુ પણ નીપજ્યું હતું તેમજ હાલમાં ૧૩ કેસ એક્ટીવ હોવાનું આરોગ્ય વિભાગ પાસેથી જાણવા મળેલ છે.
રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી
દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના અનુસંધાને ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી.
હરબટીયાળી...
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ કરેલ કે મોરબીમાં રિલાયન્સ પેટ્રોલપંપ ની ડીલરશીપ આપવાનું કહીને આ કામ ના આરોપી મોરબી ના યુવાન પાસેથી કટકે...