મોરબી: મોરબી જીલ્લામાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસો સતત વધી રહ્યા છે જેને પગલે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે અને મોરબીવાસીઓની ચિંતામાં પણ વધારો થયો હતો તો મોરબી જીલ્લામાં ૪ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લાના સતત વધી રહેલા કોરોનાના સંક્રમણ વચ્ચે રાહતના સમાચાર મળ્યા છે.છેલ્લા કેટલાક દિવસોથી સતત કોરોના કેસો આવતા હતા જેને પગલે તંત્ર ચિતાતુર બન્યું હતું તો મોરબી જીલ્લમાં ૪ દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે જેમાં અમદાવાદ ફરજ પરથી મોરબી આવેલા ડો.સંજય જીવાણી, વાંકાનેરના આરોગ્યનગરમાં રહેતા ૬૧ વર્ષન વૃદ્ધ અને હળવદના સોનીવાડમાં રહેતા દંપતીએ કોરોનાને મ્હાત આપતા તંત્રની ચિતા પણ હળવી બની હતી.મોરબી જીલ્લામાં કુલ કેસનો આંક ૨૪ પર પહોચ્યો છે તો અત્યાર સુધીમાં ૧૦ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે અને ૧ વ્યક્તિનું મૃત્યુ પણ નીપજ્યું હતું તેમજ હાલમાં ૧૩ કેસ એક્ટીવ હોવાનું આરોગ્ય વિભાગ પાસેથી જાણવા મળેલ છે.
રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી
મોરબી: મોરબીની સરકારી સિવિલ હોસ્પિટલમાં ફેક્ટર ઇન્જેક્શન ફરીથી ઉપલબ્ધ કરાવવા મોરબી ભાજપ અનુસૂચિત જાતિના પ્રમુખ દ્વારા આરોગ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે
પ્રાપ્ત વિગતો...
મોરબીમાં આવતીકાલે એટલે કે શરદ પૂનમે બ્રહ્મસમાજ દ્વારા આયોજિત રાસોત્સવમાં બ્રહ્મસમાજ માટે વિનામૂલ્યે રજી્ટ્રેશન રાખેલ હોવાનું બ્રહ્મ સમાજના યુવક મંડળના પ્રમુખ અતુલભાઈ જોશી...
અજય લોરિયા દ્વારા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે મહોત્સવમાંથી થનાર તમામ નફો શહીદ પરિવાર...