મોરબીના લાયન્સ ક્લબ નઝરબાગ દ્વારા મિત્રની સ્મૃતિમાં પાણીનું પરબ અર્પણ કરાયું

0
58
/

મોરબી: મોરબીના યુવાનનું તાજેતરમાં મૃત્યુ થતા મિત્ર ધવલની સ્મૃતિમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા મોરબી રેલ્વે સ્ટેશન પર વોટર પ્યુરીફાયર વિથ કુલીંગ પાણી પરબ અર્પણ કરવામાં આવ્યું છે

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ ક્લબનો લાઈવવાયર મેમ્બર, ઉત્સાહી અને દરેક પ્રોજેક્ટમાં જોડાનાર સ્વ. ધવલ રાંકજાની ઓચિંતી અને અંધારી વિદાયથી ક્લબના મેમ્બરો યાદગીરી સ્વરૂપે મોરબી રેલ્વે સ્ટેશન પર પ્યુરીફાયર વિથ કુલીંગ પાણીનું પરબ મોરબીની જનતા માટે આજે ખુલ્લું મુકાયું હતું  સ્વ. ધવલભાઈ ખીમજીભાઈ રાંકજા અને સ્વ. માણેકબેન ભગવાનજીભાઈ વિડજાના સ્મરણાર્થે લાયન્સ શીત જલધારા આજે રેલ્વે અધિકારીઓ, લાયન્સ મેમ્બરો અને દાતાઓની હાજરીથી મોરબી રેલ્વે સ્ટેશન પર પ્યુરીફાયર વિથ કુલીંગ પાણીનું પરબ મોરબીની જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું  આ તકે નઝરબાગ ક્લબમાંથી ZC ધીરૂભાઈ આદ્રોજા, RC પ્રદીપભાઈ ભુવા, IPDG ચંદ્રકાંતભાઈ દફતરી અને ક્લબ મેમ્બરોએ હાજરી આપી હતી પ્રોજેક્ટને સફળ બનાવવા MJF તુષારભાઈ દફતરીએ યોગદાન આપ્યું હતું ક્લબ president ડો. રવિન્દ્ર ભટ્ટ, સેક્રેટરી સમીર ગાંધી, ટ્રેઝરર ભાવેશ ચંદારાણાએ સર્વે ઉપસ્થિત લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.

રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/