આયુર્વેદિક ટીમ દ્વારા બસ સ્ટેન્ડમાં આવાગમન કરતી બસોનું સેનિટાઈઝેશન પણ કરાયું
મોરબી : શ્રાવણ માસના પ્રથમ દિવસે મોરબીના નવા બસસ્ટેશન ખાતે માણેકવાડા આયુર્વેદ ડોકટરની ટીમ દ્વારા એસ.ટી. કર્મચારી અને પસેન્જરોને આયુર્વેદિક ઉકાળા વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બસ ડેપોમાં આવતી જતી બસોને સેનેટાઇઝ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડેપો મેનેજર ડી. આર. શામળ, બીએમએસ પ્રમુખ ડી.એન.ઝાલા, કર્મચારી મંડળના પ્રમુખ જયુભા જાડેજા, ટી.આઈ. ડી.એન.મંથર, એ.ટી.આઈ. વાઘુભા ઝાલા સહિતનાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide