મોરબીમાં ચીન સામે આક્રોશભેર વિરોધ: સ્વદેશી જાગરણ મંચનું ચાઇનીઝનું બહિષ્કાર અભિયાન

0
42
/

શહીદોના ફોટો સાથે નાગરિકોને ચાઇનીઝ બહિષ્કારની અપીલ

સરહદ પર ચીન સાથેની અથડામણમાં ભારતના વીર જવાનોએ શહાદત વહોરી હોય અને ચીનની દગાખોરીથી સમગ્ર દેશમાં ગુસ્સો અને રોષ જોવા મળે છે ત્યારે મોરબીમાં પણ ચાઇનીઝ બહિષ્કાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે મોરબીમાં અગાઉ રાષ્ટ્રપ્રેમી યુવાનોએ ચીનના રાષ્ટ્રપતિ જિંગપીંગનું પુતળું ફૂંકી ચાઇનીઝ મોબાઈલ સળગાવી વિરોધ કર્યો હતો અને ચાઇનીઝ બહિષ્કાર માટે અપીલ કરવામાં આવી રહી છે તો હજુ પણ આ અભિયાન ચાલી રહ્યું છે અજયભાઈ લોરિયાના માર્ગદર્શન હેઠળ સ્વદેશી જાગરણ મંચ મોરબી દ્વારા શહેરમાં વિવિધ સ્થળે બેનર લગાવી ચાઇનીઝ બહિષ્કાર અભિયાન ચાલી રહ્યું છે જેમાં શહીદ જવાનોના ફોટો સાથે નાગરિકોને ચાઇનીઝ બહિષ્કારની અપીલ કરી રહ્યા છે શહેરના મુખ્ય વિસ્તારોમાં બેનરો લગાવ્યા છે અને ચીની બહિષ્કાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/