મોરબીમાં બે સ્થળે જુગાર પર દરોડામાં ૯ શખ્શો ૫૫૭૬૦ ના મુદામાલ સાથે ઝડપાયા

0
188
/
/
/

મોરબી બી ડીવીઝન પોલીસે અલગ અગલ ટીમ દ્વારા બાતમીના આધારે બે સ્થળ જુગાર રમતા ૯ પત્તાપ્રેમીઓને ઝડપી ૫૫૭૬૦ ના મુદામાલ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા ડીવાયએસપી રાઘીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ મોરબી બી ડીવીઝન ઇન્ચાર્જ પી.આઈ. આઈ.એમ.કોઢીયાની સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પોલીસ સ્ટાફના કિશોરદાન ગઢવી, એ.પી.જાડેજા, ક્રિપાલસિંહ ચાવડા, અર્જુનસિંહ ઝાલા, ઇન્તીયાઝભાઈ જામ, ઋતુરાજસિંહ જાડેજા, રમેશભાઈ મિયાત્રા, મુકેશભાઈ જીલરીયા, દેવસીભાઈ મોરી અને ભગીરથભાઈ લોખીલ સહિતની ટીમે નટરાજ ફાટક નજીક કેશર બાગ અંદર પાણીની ટાંકી પાસે જુગાર રમતા કિરણભાઈ પરસોતમભાઈ વાઘેલા, માણસુરભાઈ આલાભાઇ ગરચર, જનકભાઈ અનંતરાય દેવમુરારી, રાજુભાઈ લાભુભાઈ વાઘેલાને રોકડ રકમ રૂપિયા ૩૩,૭૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે અન્ય સ્થળે પેટ્રોલિંગમાં રહેલ કિશનભાઈ મોતાણીનમે મળેલ બાતમીના આધારે પોલીસ સ્ટાફ અશોકભાઈ સારદીયા, ફિરોજભાઈ સુમરા, રમેશભાઈ રાઠોડ, કેતનભાઈ રબારી,લાલાભા ચૌહાણ સહિતની ટીમે મોરબીની ગાંધીસોસાયટી વાડીમાંથી જુગાર રમતા વસંતભાઈ ગોવિંદભાઈ ચાવડા, દાઉદભાઈ અબ્દુલભાઈ જુણેજા, ચંદુભાઈ પોપટભાઈ સિરોયા, નાથાજીભાઈ વિરજીભાઈ રાઠોડ અને મહેશભાઈ કુબેરભાઈ પરમારને રોકડ રકમ ૨૨,૦૬૦ સાથે મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner