મોરબી: બેલા (રંગપર) ગામે ખનીજ ચોરી બંધ ન કરાઇ તો જનતા રેડ કરશે

0
193
/
ખનીજ ચોરી અટકાવવા સરપંચે કલેકટર અને ખાણ ખનીજ વિભાગને રજુઆત કરી

મોરબી : હાલ મોરબીના બેલા-રંગપર ગામે ખનીજ માફિયાઓ બેફામ બનીને મોટાપાયે ખનીજ ચોરી કરી રહ્યાની ફરિયાદ સાથે આ ખનીજ ચોરી અટકાવવા સરપંચે કલેકટર અને ખાણ ખનીજ વિભાગને રજુઆત કરી છે અને તેમ છતાં ખાણ ખનીજ ચોરી બંધ ન થાય તો જનતા રેઇડ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

મોરબીના બેલા-રંગપર ગામના સરપંચ સુરેશભાઈ રૂગનાથભાઈએ કલેકટર અને ખાણ ખનીજ વિભાગને રજુઆત કરી છે કે, બેલા-રંગપર ગ્રામ પંચાયતના સરકારી ખરાબામાં ખનીજ માફીયાઓ દ્વારા બેફામ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. જેમાં બેલા ગામથી ખોખરા હનુમાનજી રોડ ઉપર જીઇબીની બાજુમાં છેલ્લા કેટલાક સમયથી મોટાપાયે ખનીજ ચોરી ચાલી રહી છે. ખનીજ માફિયાઓ બેફામ ખનીજ ચોરી કરીને કુદરતી સંપદાનને નુકસાન પહોંચાડી રહ્યા હોય એ ખનીજ ચોરી અટકાવવા માટે કડક કાર્યવાહી કરવાની તેઓએ માંગ ઉઠાવી છે. તેમ છતાં ખનીજ ચોરી બંધ ન થાય તો તેઓએ લોકોને સાથે રાખી ખનીજ ચોરી પર જનતા રેઇડ કરવાની ચીમકી આપી છે

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://https://www.youtube.com/@thepressofindia 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/