મોરબી: CDS બીપીન રાવતને શ્રદ્ધાંજલિ પાઠવતું ABVP

0
70
/

મોરબી : આજે ABVP મોરબી શાખા દ્વારા હેલીકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા CDS બિપીન રાવત સહિત ૧૧ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમના દ્વારા નવા બસ સ્ટેન્ડ સામે સરદાર પટેલની પ્રતિમાએ શ્રદ્ધાંજલિ અર્પણનો કાર્યક્રમ કરવામા આવ્યો હતો.

ABVPના આગેવાનોએ જણાવ્યું હતું કે તામિલનાડુના કુન્નુર માં દુર્ભાગ્યપૂર્ણ હેલીકોપ્ટર ઘટનામાં દેશના પ્રથમ CDS બિપીનસિંહ રાવત તેમજ તેમના પત્ની સહિત 11 વિર જવાનોના આકસ્મિક નિધનના સમાચાર ખૂબ જ દુઃખદાયક છે. ABVP મોરબી પરિવાર શોકની લાગણી અનુભવે છે,ભગવાનને પ્રાર્થના કરે છે કે સદગતના પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/