મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં વીજ ધાંધિયા , દસ્તાવેજની કામગીરી ઠપ્પ

0
48
/
25 જેટલા લોકોનો આજે વારો હોય પણ વીજળી ગુલ થવાથી દસ્તાવેજની કામગીરી ન થતા હવે ફરીથી ટોકન લેવાની નોબત આવી : મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો

મોરબી : હાલ મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં અગાઉ વારંવાર નેટ કનેક્ટિવિટી ખોરાવતી હોવાની વિકટ સમસ્યા વચ્ચે ગઈકાલે વીજળી વેરણ બની હતી. જેમાં મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ગઈકાલે વીજળી ગુલ થઈ જતા દસ્તાવેજની કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. 25 જેટલા લોકોનો વારો હોય પણ વીજળી ગુલ થવાથી દસ્તાવેજની કામગીરી ન થતા હવે ફરીથી ટોકન લેવાની નોબત આવી હોવાનું જણાવીને મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો છે.

મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી. પડસુબિયાએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે ગઈકાલે બપોરે તેઓ દસ્તાવેજ નોંધણીની કામગીરી માટે તાલુકા સેવાસદન ખાતે આવેલ સબ રજિસ્ટ્રાર કચેરીએ ગયા હતા અને દસ્તાવેજ બનાવવા માટે તેમનો એક કલાક પછી વારો આવે એમ હતો.પરંતુ ત્યાંજ વીજળીની આફત ઉતરી પડી હતી. અચાનક જ સબ રજિસ્ટ્રાર કચેરીએ વીજળી ગુલ થઈ ગઈ હતી.જેથી દસ્તાવેજની કામગીરી અટકી પડી હતી.

વીજળી ગુલ થવાથી તેમનું તેમજ ઉધોગકારો, સામાન્ય નાગરિકો તેમજ મિલકત વેચનાર, ખરીદનાર મળીને આશરે 20 થી 25 લોકોના દસ્તાવેજની કામગીરી થઈ ન હતી અને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. જો આ લોકોનો આજે વારો હતો. પણ કામ સમયે વીજળીના ધાંધિયા થતા હવે આજનું ટોકન કેન્સલ થયું છે. હવે નવેસરથી ટોકન સહિતની પ્રોસેસ કરવી પડશે. આથી તેઓએ લોકોનો સમય ન બગડે તે માટે તેઓએ સરકાર સમક્ષ આ સબ રજિસ્ટ્રાર કચેરીમાં જનરેટરની વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/