અકસ્માતમાં નોંધારા થયેલા બાળકોને મદદરૂપ થતું મોરબીનું પ્રમુખ સેવા ગ્રુપ

0
158
/

સુરતના પરિવારને ગોંડલ અને શાપર વચ્ચે ગોઝારો અકસ્માત નડ્યા બાદ નોંધારા થયેલા બે બાળકોને રૂ.85 હજારનું અનુદાન અર્પણ કર્યું

મોરબી : હાલ સુરતના એક પરિવારને ગોંડલ અને શાપર વચ્ચે ગોઝારો અકસ્માત નડ્યો હતો.જેમાં પરિવારના મોટાભાગના વ્યક્તિઓના મોત નિપજયા હોય અને આ પરિવાર ત્રણ બાળકો જ બચ્યા હોવાથી નોંધારાના આધાર બનવા માટે મોરબીનું પ્રમુખ સેવા ગ્રુપ આ બાળકોની વ્હારે દોડી ગયું હતું અને રૂબરૂ પહોંચી બન્ને બાળકોને રૂ.85 હજારનું અનુદાન અર્પણ કર્યું હતું.

સુરતનો ગઢિયા અને બાંભરોલીયા પરિવાર ગત તા.23 નવેમ્બરના રોજ એક પ્રસંગે નિમિતે સુરતથી પોતાના વતન કાઠિયાવાડમાં આવી રહ્યો હતો. ત્યારે ગોંડલ અને શાપર વચ્ચે આ પરિવારને ભયાનક અકસ્માત નડતા બન્ને પરિવાર છ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. આથી આ પરિવારમાં ત્રણ બાળકો જ બચ્યા છે. આ બાળકો નિરાધાર થઈ ગયા હોય તેમને આર્થિક રીતે મદદરૂપ થવા માટે મોરબીનું પ્રમુખ સેવા ગ્રુપ આગળ આવ્યું હતું અને સ્વ.મહેન્દ્રભાઈ નાનજીભાઈ કૈલાની પુણ્યતિથિ નિમિતે પ્રમુખ સેવા ગ્રુપ રૂબરૂ જઈને આ બાળકોને રૂ.85 હજારનું દાન આપ્યું હતું.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/