મોરબી :દશનામ ગોસ્વામી સમાજના સમૂહલગ્નમાં 7 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા

0
209
/

રક્તદાન કેમ્પમાં 40 બોટલ રક્ત એકત્ર થયું : દીકરા દીકરીઓને કુરિવાજોથી દુર રહી શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધવા પર ભાર મુકાયો

મોરબી : મોરબીમાં દશનામ ગોસ્વામી સમાજના સમૂહ લગ્નમાં 7 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.આ તકે જરીરીયાતમદ દર્દીઓની લોહીની જરીરીયાત પુરી પાડવા માટે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં 40 બોયલ રક્ત એકઠું થયું હતું.

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા મહેન્દ્રનગર પાસે આવેલા રામધન આશ્રમ ખાતે દશનામ ગોસ્વામી સમાજના પ્રથમ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમાજના 7 યુગલો લગ્નગ્રથીથી જોડાયા હતા.સમહુલગ્ન સાથે દરિદ્ર નારાયણ દર્દીને મદદરૂપ થવાના આશયથી રક્તદાન કેમ્પ યોજાયો હતો.જેમાં 40 સીસી બોટલ રક્ત એકત્ર થયું હતું.આ પ્રસંગે રંધાન આશ્રમ મહંતા ભાવેશ્વરીબેન, મનસુખપુરી ગોસ્વામી, ડો.મનીષગીરી ગોસ્વામી, મહેન્દ્રગિરી ગોસ્વામી,દિનેશગિરી હીરાગિરી,ગુલાબગીરી ગોસ્વામી, ધર્મેન્દ્રગિરી ગોસ્વામી સહિતના સમાજના મહાનુભવો હાજર રહીને દીકરા દીકરીઓને વ્યસન ફેશન તથા કુરિવાજોને ત્યજી દઈને શિક્ષણ તથા રાજકીય ક્ષેત્રે આગળ વધવાની હાકલ કરી હતી.તેમજ મોરબીમાં બહાર ગામથી અભ્યાસ માટે આવતા સમાજના વિધાર્થીઓ માટે છાત્રાલય બનાવવા પર ભાર મુક્યો હતો.ઉપરાંત સ્ટેટ વખતે ગોસ્વામી સમાજના લોકોને મઠ માટે ફાળવેલી જમીન પર અમુક લોકોએ પેશકડમી કરી હોય કે સરકારે હસ્તગત કરી હોય તે માટે સમાજને જાગૃત થવાની હાકલ કરાઈ

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/