મોરબીમાં મસ્જિદ બનાવવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ : ૩ ઘાયલ

17
601
/

પંચાસર રોડ ઉપર બનેલી ઘટના : મંડપ, ખુરશી અને બાઈકનો બુકડો બોલાવ્યો

મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર આજે સાડાત્રણથી ચારેક વાગ્યાના અરસામાં મસ્જિદ બનાવવા મામલે એકત્રિત થયેલા બે જૂથના લોકો વચ્ચે છુટાહાથની મારામારી થતા આ જૂથ અથડામણમાં પ્લાસ્ટિકની ખુરશી, મંડપ અને બાઈક, કારનો બુકડો બોલાવી દેવામાં આવ્યો હતો અને આ ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત બનતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના પંચાસર રોડ ઉપર આજે મસ્જિદ બનાવવા માટે લોકો એકત્રિત થયા હતા અને મંડપ નાખી મોટું આયોજન કરાયું હતું પરંતુ બપોરે સાડાત્રણથી ચારેક વાગ્યાના અરસામા કોઈ પણ કારણોસર માથાકૂટ થઈ હતી.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

17 COMMENTS

Comments are closed.