મોરબીમાં ૩૦૦ પ્રાથમિક શિક્ષકોના ધરણા વિરોધ પ્રદર્શન

45
274
/

પડતર પ્રશ્ને અંગે યોગ્ય ન્યાય આપવાની માંગ સાથે શિક્ષકોએ ધારાસભ્ય અને સાંસદને આપ્યુ આવેદન : 11 થી 16 ફ્રેબ્રુઆરી સુધી કાળી પટ્ટી સાથે ફરજ બજાવશે

મોરબી : મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ પડતર પ્રશ્ને સરકાર સામે મોરચો માંડ્યો છે અને આજે 300 જેટલા પ્રાથમિક શિક્ષકોએ તાલુકા સેવાસદન ખાતે પ્રતીક ધરણા કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.તેમજ ધારાસભ્ય અને સાસંદનેઆવેદન આપી તેમના પડતર પ્રશ્નો ઉકેલવાની રજૂઆતને સરકાર સુધી પહોંચાડવાનો માંગ કરી હતી.

મોરબી જિલ્લાના પ્રાથમીક શિક્ષકો ઘણા સમયથી તેમના પડતર પ્રશ્ને સરકાર સામે તબક્કાવાર આંદોલન ચલાવી રહ્યા છે.તેમ છતાં સરકારે તેમના પડતર પ્રશ્ને ઉદાસીન વલણ યથાવત રાખતા પ્રાથમિક શિક્ષકોએ ફરી સરકાર સામે બાયો ચડાવી લડતના મંડાણ કર્યા છે.આ અંગે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મણિલાલ સરડવા અને મહામંત્રી વિરામભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્ને અનેક રજૂઆતો સરકારને કરવા છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ગાંધીનગરના આદેશ મુજબ મોરબી જિલ્લાના આશરે 300 જેટલા પ્રાથમિક શિક્ષકોએ મોરબી જિલ્લા પ્રથીમક શિક્ષક સંઘના નેતૃત્વ હેઠળ મામલતદાર કચેરી-મોરબીની બહાર તાલુકા સેવા સદન લાલબાગ પાસે આજે પ્રતીક ધરણા કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ ઉપરાંત શિક્ષકોએ પડતર માંગણી અંગે ધારાસભ્ય અને સાંસદને આવેદન પત્ર આપી સરકારને ઉદાસીન વલણ દૂર કરીને તેમના પડતર પ્રશ્ને યોગ્ય ન્યાય આપે તેવી માંગ કરવામાં આવી છે. સરકારને ઢંઢોળવા માટે શિક્ષકોએ આંદોલનને વધુ વેગવંતુ બનાવશે. જેમાં આગામી 11 થી 16 ફ્રેબ્રુઆરી સુધી શિક્ષકો શાળામાં કાળી પટ્ટી સાથે ફરજ બજાવીને વિરોધ પ્રદર્શન કરશે તેમજ આગામી 15 અને 16 ફ્રેબ્રુઆરીએ ગાંધીનગર ખાતે યોજાનાર રાજયકક્ષાના પ્રતીક ધરણા પ્રદર્શનમાં મોરબી જિલ્લાના શિક્ષકો હાજરી આપશે આમ લોકસભા ચૂંટણીના કાઉન્ટ ડાઉન સમયે જ શિક્ષકોએ તેમના પડતર પ્રશ્ને સરકાર સામે મોરચો મળતા સરકારને ભીંસમાં મુકાય તેવી સ્થિતિ સર્જાઈ

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.