મોરબી : આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા પરંપરાગત ભારતીય રમકડાં બનાવવાની સ્પર્ધાનું આયોજન કરાયું

0
54
/

મોરબી : આગામી તા. 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે તથા તા. 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પરંપરાગત ભારતીય રમકડાં (TRADITIONAL INDIAN TOYS) બનાવવાની સ્પર્ધા મોરબીમાં આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજવામાં આવી છે.

ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર, ગાંધીનગર) પ્રેરિત આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર, ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ-મોરબી દ્વારા આગામી તા. 23ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝ જન્મ જયંતિ તથા તા. 26ના રોજ પ્રજાસત્તાક દિવસ નિમિતે ‘આત્મનિર્ભર ભારત’ને અનુલક્ષીને પરંપરાગત રમકડાં બનાવવાની સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

સ્પર્ધકોએ કેટેગરી-1 (ધો-KG, 1 & 2), કેટેગરી 2 (ધો. 3, 4 & 5), કેટેગરી 3 (ધો. 6, 7 & 8), કેટેગરી 4 (ધો. 9, 10, 11 & 12) અને કેટેગરી 5 (કૉલેજનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, તજજ્ઞો તથા વાલીઓ) માટે રહેશે. તમામ કેટેગરીનાં સ્પર્ધકોએ પરંપરાગત રીતે એટલે કે માટી, કપડાં, લાકડાંની કે ધાતુઓની કલાકૃતિઓ જેવા રમકડાં બનાવવાના રહેશે.

સ્પર્ધકોએ ઘરે બેઠાં બનાવેલ રમકડાંનો ફોટો પાડી મોકલી આપવાનો રહેશે. એન્ટ્રી મોકલવાની છેલ્લી તા. 26/1/2021 રાત 9 વાગ્યા સુધી છે. દરેક સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવશે અને શ્રેષ્ઠ રમકડાં માટે સ્પર્ધકને શિલ્ડ તથા પ્રમાણપત્ર આપવામાં આવશે. સ્પર્ધક કૃતિ આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર, ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ, રૂમ નં. 202, મોરબી ખાતે જમા કરાવી શકશે. રમકડાંનો ફોટોગ્રાફ એલ.એમ.ભટ્ટ 98249 12230 / 87801 27202, દિપેન ભટ્ટ 97279 86386ને વોટ્સએપ નંબર પર પણ મોકલી શકાશે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/