મોરબી જિલ્લા કોંગ્રેસની આવતીકાલ રવિવારે કારોબારી બેઠક યોજાશે

0
74
/
નવા વરાયેલા હોદ્દેદારોને નિમણૂક પત્ર અપાશે અને વિધાનસભા ચૂંટણીની તૈયારી અંગે ચર્ચા કરાશે

મોરબી : હાલ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલ કારોબારી બેઠક મળશે. જેમાં નવા વરાયેલા હોદ્દેદારોને નિમણૂક પત્ર એનાયત કરાશે અને વિધાનસભાની ચૂંટણીની તૈયારી અંગે ચર્ચા વિચારણા કરાશે.

મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિની કારોબારીની મીટીંગ તા. 20 ને રવિવારે ઉમા રિસોર્ટ, જૂની આરટીઓ કચેરી સામે, કંડલા બાયપાસ રોડ પર સવારે 10 વાગ્યે યોજાશે. આ કારોબારી બેઠકમાં આગામી ગુજરાત વિધાનસભા ચુંટણી ની તૈયારી, સંગઠન મજબૂત બનાવવા અને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા વરાયેલ હોદેદારો, મોરબી શહેર કોંગ્રેસ, મોરબી તાલુકા કોંગ્રેસ અને માળીયા શહેર કોંગ્રેસ, માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિમાં નવા વરાયેલ હોદેદારોને નિમણુક પત્ર એનાયત કરાશે.

[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/