મુખ્યમંત્રીના “મનની મોકળાશ” કાર્યક્રમમાં ભાગ લેવા મોરબીના ૨ શિક્ષકોની પસંદગી

0
178
/

શિક્ષક દિન નિમિતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મનની મોકળાશ કાર્યક્રમ યોજાનાર છે જે કાર્યક્રમમાં રાજ્યના શ્રેષ્ઠ ૯૫ શિક્ષકોને મુખ્યમંત્રી દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાં મોરબી જીલ્લાના ૨ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે

        મુખ્યમંત્રીના નિવાસસ્થાને તા. ૦૫ સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિતે મનની મોકળાશ ગોષ્ઠી યોજવામાં આવશે જે કાર્યક્રમમાં રાજ્યના વિવિધ જીલ્લાના પ્રાથમિક, માધ્યમિક અને વિશેષ સેવાઓથી નાવાજેલ કુલ ૯૫ શિક્ષકોને આમંત્રિત કરેલ છે ત્યારે આ ૯૫ શ્રેષ્ઠ શિક્ષકોમાં મોરબીના મનન બુદ્ધદેવ અને અંજનાબેન અમૃતલાલ કટાણીયાની પસંદગી કરવામાં આવી છે મોરબીની શાંતિવન પ્રાથમિક શાળાના આચાર્ય મનન બુદ્ધદેવ છેલ્લા ૧૨ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે અને તેઓ શિક્ષણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યા હોય તેવી જ રીતે ડી જે પટેલ કન્યા વિધાલયના અંજનાબેન કટાણીયાના ઉત્તમ યોગદાનને ધ્યાને લઈને તેમને આ તક મળી છે  ત્યારે મોરબીના બે શિક્ષકોની થયેલી પસંદગી મોરબીના શિક્ષણ ક્ષેત્ર માટે ગૌરવ સમાન છે અને બંને શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
 યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
 ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
 ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
 વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/