મોરબી જિલ્લામાં ગઈકાલે સવારે 4 થી રાત્રીના 8 સુધીમાં જાણો કેટલો વરસાદ પડ્યો

0
103
/

ટંકારામાં સવા 4 ઈંચ, માળિયામાં અઢી ઇંચ : મોરબી અને હળવદમાં સવા 2 ઇંચ તેમજ વાંકાનેરમાં બે ઇંચ વરસાદ વરસ્યો 

મોરબી : મોરબી જિલ્લામાં ગતરાત્રીથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે સોમવારે સવારે 4 થી રાત્રીના 8 દરમિયાન મોરબી જિલ્લામાં બે ઇંચથી લઈને સવા ચાર ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. જેમાં ટંકારામાં સવા 4 ઈંચ , માળીયામાં અઢી ઇંચ, વાંકાનેરમાં બે ઇંચ અને મોરબીમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે.

મોરબી જિલ્લામાં સર્વત્ર મેઘરાજાની ધીંગી સવારી આવી પહોંચી છે. આખો દિવસ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લા કંટ્રોલ રૂમેના જણાવ્યા મુજબ સોમવાર સવારના 4 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા દરમિયાન નોંધાયેલા વરસાદના આકડા મુજબ ટંકારામાં 109 મીમી, માળીયામાં 66 મીમી , વાંકાનેરમાં 49 મિમી, હળવદમાં 54 મીમી અને મોરબીમાં 59 મીમી વરસાદ વરસ્યો છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

નોંધ : 25 મિમી બરાબર એક ઇંચ વરસાદ થાય છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/