ટંકારા પંથકમાં ભારે વરસાદથી નદી- નાળા છલકાયા જામનગર જતા ભારે વાહનોને પડધરી તરફ ડાયવર્ટ

0
70
/
/
/

ભૂતકોતડા ગામ સંપર્ક વિહોણું : મામલતદાર કચેરીના પટાંગણમાં પણ પાણી ભરાયા

ટંકારા : ટંકારા પંથકમાં ભારે વરસાદથી નદી- નાળા છલકાઇ ગયા છે. જેમાં ખાખરા ગામ પાસેના પુલને અડોઅડ પાણી જતું હોય ભારે વાહન ઉપર પ્રતિબંધ ફરમાવીને તેને ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે. આ સાથે ભૂતકોતડા ગામ સંપર્ક વિહોણું બન્યાના અહેવાલો પણ મળ્યા છે. અને વરસાદને પગલે મામલતદાર કચેરીમાં પણ પાણી ભરાયા હોવાનું જાણવા મળ્યું છે.

ટંકારામાં આજે મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. આજના દિવસે કુલ સવા ઇંચ વરસાદ નોંધાયો છે. પાણીની ભારે આવકના પગલે આજી-3 ડેમના 17 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેથી ટંકારાના ખાખરા ગામ પાસેના પુલની અડોઅડ પાણી જતું હોય તકેદારીના ભાગરૂપે જામનગર તરફ જતા બાઇક- કાર જેવા વાહનો તો જવા દેવામાં આવી રહ્યા છે. પણ ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકીને તેને મિતાણા- પડધરી તરફ ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત ભૂતકોટડા ગામ પાસે પુલ ઊંચો બનાવવાનું કામ ચાલતું હોય તેના માટે બનાવવામાં આવેલ ડાયવર્ઝન તૂટી જતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. અનેક લોકો સામે કાંઠે ફસાયા હોય પોતાના ઘરે જવા બેબાકળા થયા હોવાના પણ અહેવાલો મળ્યા છે. જ્યારે બીજી તરફ તાલુકાના મુખ્ય અધિકારી એવા મામલતદારની કચેરીના પટાંગણમાં જ પાણી ભરાતા તંત્રની પ્રિ- મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ ગઈ હતી.

(રિપોર્ટ રાધેશ બુધ્ધભટ્ટી)

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner